
લોકોના ક્રેડિટ સ્કોર હવે દર 2 અઠવાડિયા અથવા 14 દિવસે અપડેટ કરવામાં આવશે. ભારતીય રિઝર્વ બેંકે, બેંકો અને NBFC ને 1 જાન્યુઆરી, 2026 થી મહિનામાં ઓછામાં ઓછા બે વાર ક્રેડિટ બ્યુરોને ક્રેડિટ માહિતી સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો છે.

LPG (રાંધણ ગેસ) અને વાણિજ્યિક ગેસ સિલિન્ડર માટે નવા ભાવ 1 જાન્યુઆરીથી અમલમાં આવી શકે છે. Aviation fuel (ATF) ના ભાવ પણ 1 જાન્યુઆરીથી બદલાશે. જે હવાઈ ટિકિટના ભાવને અસર કરી શકે છે.

જો તમે હજુ સુધી તમારા PAN ને આધાર સાથે લિંક નથી કરાવ્યું, તો 1 જાન્યુઆરીથી બેંકિંગ, સરકારી સેવાઓ અને ઘણા વ્યવહારો બંધ થઈ શકે છે. તમારું PAN નિષ્ક્રિય થઈ શકે છે.

31 ડિસેમ્બર 2025 તમારા રેશન કાર્ડ માટે e-KYC પૂર્ણ કરવાની અંતિમ તારીખ છે. જો તમે 31 ડિસેમ્બર સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ નહીં કરો, તો 1 જાન્યુઆરી 2026 થી તમને તમારા રેશન કાર્ડ પર રાશન મળવાનું બંધ થઈ જશે.

Farmer ID or Kisan ID: ઉત્તર પ્રદેશ સહિત દેશના ઘણા ભાગોમાં કિસાન ID બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. આનાથી ખેડૂતો સરકારી યોજનાઓનો લાભ મેળવી શકે છે. આ વિના, તેમના ખાતામાં પૈસા જમા થશે નહીં.