આ લૂંટના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે જે ખરેખર ચોંકાવનારા છે. કોઈપણ દેશના પીએમ આવાસમાં ભીડની આવી લૂંટ સામાન્ય નથી. એક વીડિયોમાં એક વિશાળ ભીડ ખુરશીઓ, ટેબલ, સોફા, કુરાન, લેમ્પ, મોંઘા પંખા, ફર્નિચર, પ્લાન્ટ્સ, આરઓ પ્યુરિફાયર, ટીવી, ટ્રોલી બેગ, એસી, ગાદલા અને વાસણોની લૂંટ ચલાવતી જોવા મળે છે.