
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનએ કહ્યું કે આ વખતે જાહેર કરવામાં આવેલી ડેટ શીટને કારણે વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થશે. તેઓ અગાઉથી પરીક્ષાની તૈયારી શરૂ કરી શકશે. આ સાથે તેઓ પરીક્ષાની ચિંતા દૂર કરી શકશે. વિદ્યાર્થીઓ પરીક્ષાઓમાં પણ સારું પ્રદર્શન કરી શકશે. એટલું જ નહીં વિદ્યાર્થીઓના પરિવાર અને શિક્ષકો પણ ઉનાળાની રજાઓમાં પ્રવાસનું આયોજન કરી શકશે.

75% હાજરી ફરજિયાત : CBSE બોર્ડની પરીક્ષામાં હાજર રહેવા માટે શાળામાં વિદ્યાર્થીઓની 75 ટકા હાજરી ફરજિયાત છે. બોર્ડે અગાઉ કહ્યું હતું કે માત્ર તબીબી કટોકટી, રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય રમતગમતના કાર્યક્રમોમાં ભાગ લેવા અને અન્ય ગંભીર કારણોસર વિદ્યાર્થીઓને હાજરીમાં 25 ટકા છૂટ આપવામાં આવશે. આ માટે વિદ્યાર્થીએ જરૂરી ડોક્યુમેન્ટ્સ શાળામાં જમા કરાવવાના રહેશે.