તમે ઈલાયચીવાળું દૂધ પીઓ છો કે નહીં ? મોઢાના ચાંદાથી લઈને બ્લડ પ્રેશર સુધી… જાણો શરીરને સ્વસ્થ રાખવા સુધીના ‘અદ્ભુત ફાયદા’

સ્વાદ અને સુગંધથી ભરપૂર ઈલાયચી માત્ર માઉથ ફ્રેશનર નથી પરંતુ સ્વાસ્થ્યનો ખજાનો પણ છે. એવામાં જ્યારે તેને દૂધ સાથે મિક્સ કરીને પીવામાં આવે છે, ત્યારે શરીરને અદ્ભુત ફાયદા મળે છે.

| Updated on: Jun 02, 2026 | 8:43 PM
1 / 5
આયુર્વેદનું માનવું છે કે, દૂધ અને ઈલાયચી બંને શરીર માટે ખૂબ જ પૌષ્ટિક તેમજ ઊર્જા આપનારા છે. તેમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ અને મિનરલ્સ (ખનિજો) હોય છે, સાથે જ તેની સુગંધ તેમજ સ્વાદ પણ અદ્ભુત હોય છે. ઉનાળામાં ઈલાયચીવાળું દૂધ શરીરને ઠંડક આપે છે અને પાચનમાં મદદ કરે છે. ઈલાયચી દૂધનો ઉપયોગ પુડિંગ, સૂપ, ચામાં પણ કરી શકાય છે. ઈલાયચીનું સેવન કરવાનો સૌથી સરળ રસ્તો એ છે કે, તેને દૂધમાં મિક્સ કરીને પીવું, જેનાથી તેના ફાયદા વધી જાય અને શરીરને તંદુરસ્તી મળે.

2 / 5
મોઢામાં ચાંદા પડવા પર અસહ્ય દુખાવો થાય છે અને ખોરાક ચાવવો મુશ્કેલ બની જાય છે, તો અહીં ઈલાયચી મોઢાના ચાંદાને ઠીક કરવામાં મદદ કરે છે, કારણ કે ઈલાયચી એક કીટાણુનાશક છે અને સ્વસ્થ પાચનતંત્ર માટે ફાયદાકારક છે. ઈલાયચીવાળા દૂધના ફાયદા સિસ્ટોલિક અને ડાયાસ્ટોલિક બ્લડ પ્રેશરની સારવારમાં જોઈ શકાય છે. આનાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે અને ધમનીઓની દીવાલોને આરામ મળે છે. ઈલાયચીના દૂધમાં રહેલા ખનિજો અને ફાઈબર પાચનતંત્રને મજબૂત બનાવવામાં મદદ કરે છે, જે તેને ઘણું વધારે ફાયદાકારક બનાવે છે.

3 / 5
ઈલાયચીના દૂધમાં પોટેશિયમની સારી માત્રા હોય છે. આ તત્વો ઉચ્ચ કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને ઓછું કરવા તેમજ નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આનાથી હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી હૃદયને લગતી બીમારીઓ તેમજ તેના લક્ષણોના જોખમને ઓછું કરી શકાય છે. ઈલાયચીવાળા દૂધમાં વિટામિન C ની સારી માત્રા હોય છે, આ પીવાથી રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) ને વેગ મળે છે. બીજું કે, જે લોકોને શરદી-ખાંસીથી લઈને કેન્સર અને ટ્યુબરક્યુલોસિસ (ટીબી) જેવી ગંભીર બીમારીઓ છે, તેમના માટે ઈલાયચીવાળું દૂધ સારું માનવામાં આવે છે.

4 / 5
ઈલાયચીવાળું દૂધ એ ઝડપથી અને સરળતાથી બની જતું પીણું છે, જે તમારા શરીરને અંદરથી ઠંડું રાખે છે. આ એક વર્ષથી વધુ ઉંમરના શિશુઓ, બાળકો, વડીલો અને તમામ ઉંમરના લોકો માટે એક ઉત્તમ પીણું છે. જો કે, તેને બનાવવાની સાચી રીત જાણવી પણ જરૂરી છે.

5 / 5
સૌથી પહેલા 2 મોટી લીલી ઈલાયચી પસંદ કરો અને તેને ખાંડણીમાં સારી રીતે પીસી લો. હવે તપેલીમાં 1 કપ ઉકાળેલું દૂધ લો. ત્યારબાદ ઝીણી ખાંડેલી ઈલાયચી ઉમેરો અને 3-4 મિનિટ સુધી મિક્સ કરો. ખાંડ ઉમેરતા પહેલા તેને સારી રીતે હલાવી લો. તમે આમાં એક ચમચી બદામનું દૂધ અથવા ચા નો મસાલો પણ ઉમેરી શકો છો.

Published On - 8:41 pm, Tue, 2 June 26

Follow Us