
ક્યારે પહેલા બ્રેક દબાવવી? જો તમે હાઇ સ્પીડમાં વાહન ચલાવી રહ્યા છો, તો પહેલાં બ્રેક દબાવવી જોઈએ. જયારે બ્રેક દબાવવાથી કારની સ્પીડ ધીમી થઈ જાય અને ગતિ ગિયરની ન્યૂનતમ ગતિથી નીચે જાય, ત્યારે પછી ક્લચ દબાવવી જરૂરી છે. આ રીતે એન્જિન પર ભાર ન પડે અને કાર સરળતાથી રોકાઈ શકે.

ઇમરજન્સી સ્થિતીઓમાં શું કરવું? જ્યારે તાત્કાલિક કાર રોકવાની જરૂર પડે – જેમ કે કોઈ સામે આવી જાય – ત્યારે ક્લચ અને બ્રેક બંને સાથે દબાવવાની સલાહ આપવામાં આવે છે. આ રીતે તમે ઝડપથી અને સલામત રીતે કારને રોકી શકો છો. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારીને આધારે છે. ગાડી કે કાર ચલાવતી વખતે રસ્તા પરની યોગ્ય પરિસ્થિતિ જોયા બાદ નિર્ણય લેવો જરૂરી છે.)
Published On - 7:27 pm, Mon, 19 May 25