
એસી પેનલનો યોગ્ય રીતે ઉપયોગ કરવો હોય તો અહીં જણાવેલી બાબતોનું ખાસ ધ્યાન રાખો. સૌથી પહેલા તો રીસર્ક્યુલેશન મોડ ચાલુ કરો. સવારે જ્યારે તમે ગાડી શરૂ કરો ત્યારે સૌથી પહેલા રીસર્ક્યુલેશન મોડ બટન દબાવો. આનાથી કારની અંદરની હવા ફરીથી ઠંડી થશે, જેનાથી બહારથી ગરમ હવા આવશે નહીં. પરિણામે, કાર ઝડપથી ઠંડી થશે અને એસી સિસ્ટમ પરનો ભાર ઓછો થશે.

ફેન સ્પીડ સેટ કરો: કારનું આંતરિક તાપમાન સામાન્ય ન થાય ત્યાં સુધી ફેન સ્પીડ 2 અથવા 3 ઉપર રાખો. આનાથી હવાને ઠંડક મેળવવા માટે પૂરતો સમય મળશે, જેના પરિણામે કારમાં સારી ઠંડક અનુભવાશે.

ટેમ્પરેચર સેટિંગ: 'એસી ટેમ્પરેચર નૉબ' હવા કેટલી ઝડપથી ચાલશે તે નહીં પરંતુ હવા કેટલી ઠંડી છે તે નક્કી કરે છે. આને 22-24°C પર સેટ કરવું યોગ્ય માનવામાં આવે છે. બીજું કે, આને હંમેશા 'Low' પર રાખવાની જરૂર નથી.

વેન્ટ્સને યોગ્ય દિશામાં રાખો: આમ જોઈએ તો, ઠંડી હવા ભારે હોય છે અને તે નીચે સ્થિર થાય છે. આથી, વેન્ટ્સને સીધા તમારા ચહેરા પર રાખવાને બદલે ઉપરની તરફ રાખો, જે ઠંડી હવાને કેબિનમાં સમાનરૂપે ફેલાવશે. આનાથી વધુ અસરકારક કૂલિંગ મળશે.