Breaking News: કાર અને બાઇકચાલકો માટે ‘મોટા સમાચાર’, 15 ડિસેમ્બરથી બદલાશે મોટર ઇન્સ્યોરન્સના નિયમો

વાહન માલિકો માટે મોટર ઇન્સ્યોરન્સને લઈને એક ખુબ જ મહત્વના અને મોટા સમાચાર સામે આવ્યા છે. ટૂંકમાં કહીએ તો, કાર-બાઇક ઇન્સ્યોરન્સના નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. હવે સવાલ એ છે કે, આ નિયમથી થર્ડ પાર્ટી અને ઓન-ડેમેજ કવરમાં શું બદલાશે? આખરે આનાથી તમારા ખિસ્સા પર શું અસર પડશે?

| Updated on: Nov 04, 2026 | 1:40 PM
1 / 7
કાર અને બાઇક માલિકો માટે મોટર ઇન્સ્યોરન્સ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. 15 ડિસેમ્બર 2026થી મોટર ઇન્સ્યોરન્સના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. IRDAI ની નવી 4-ટાયર મોટર ઇન્સ્યોરન્સ સિસ્ટમ લાગુ થશે.

2 / 7
આ પછી ગ્રાહકોને પોતાની જરૂરિયાત મુજબ ઇન્સ્યોરન્સ કવર પસંદ કરવાનો વિકલ્પ મળશે. સરળ રીતે કહીએ તો, હવે દરેક પ્રકારનું કવર એકસાથે લેવું ફરજિયાત નહીં હોય. નવી સિસ્ટમમાં થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ લેવું ફરજિયાત રહેશે.

3 / 7
નવા નિયમો હેઠળ થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ ફરજિયાત રહેશે, એટલે કે વાહન માલિકોએ આ કવર લેવું જ પડશે. જો કે, મુસાફરો અને પાછળ બેસનારાઓ માટે લાયબિલિટી કવર લેવો વૈકલ્પિક રહેશે. આનો અર્થ એ છે કે, ગ્રાહક પોતાની જરૂરિયાત મુજબ આ કવર લેવા કે ન લેવાનો નિર્ણય કરી શકશે.

4 / 7
આવી જ રીતે, પોતાની ગાડીને થતા નુકસાન એટલે કે Own Damage નું કવર પણ અલગથી પસંદ કરી શકાશે. આ માટે તમામ કવર એકસાથે લેવાની મજબૂરી નહીં હોય. નવા નિયમોમાં ઇન્સ્યોરન્સ કંપનીઓએ દરેક કવરનું પ્રીમિયમ અલગ-અલગ જણાવવું પડશે.

5 / 7
આમાં ગ્રાહકને સ્પષ્ટ ખબર પડશે કે, તે કયા કવર માટે કેટલા પૈસા આપી રહ્યા છે? આનાથી પોલિસી ખરીદતી વખતે ગ્રાહકને દરેક કવરની કિંમતની માહિતી મળશે અને તે પોતાની જરૂરિયાત મુજબ નિર્ણય કરી શકશે.

6 / 7
નવી સિસ્ટમ હેઠળ ઇન્સ્યોરન્સ કંપનીઓએ પોલિસી ખરીદતી વખતે ગ્રાહકોને કસ્ટમર ઓપ્શન ફોર્મ અને ઇન્ફોર્મેશન શીટ આપવું ફરજિયાત રહેશે. આ દસ્તાવેજો દ્વારા ગ્રાહકોને ઇન્સ્યોરન્સ કવર સાથે જોડાયેલી માહિતી આપવામાં આવશે. આનાથી તેમને એ સમજવામાં મદદ મળશે કે, તેઓ કયા-કયા કવર પસંદ કરી રહ્યા છે અને તેના માટે કેટલું પ્રીમિયમ આપવું પડશે?

7 / 7
નવા નિયમોમાં એવા લોકો માટે પણ સુવિધા આપવામાં આવી છે, જેમની પાસે પહેલાથી જ થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ પોલિસી છે. આવા ગ્રાહકો વધારાનું પ્રીમિયમ આપીને પોતાની હાલની પોલિસીમાં મુસાફરોનું કવર પણ જોડાવી શકશે. આ માટે તેમને પોતાની જરૂરિયાત મુજબ વધારાનું કવર લેવાનો વિકલ્પ મળશે.

Follow Us
Loading...
Unable to load recommendations.