
જમ્યા પછી તરત જ ચા પીવાથી શરીરમાં ઝીંક અને આયર્નનું શોષણ ઓછું થઈ જાય છે, જેનાથી શરીરમાં આયર્નની ઉણપ થઈ શકે છે.

ઘણા લોકોને સવારના બેડ ટી અથવા નાસ્તામાં ચા પીવાની આદત હોય છે, જે ખૂબ જ જોખમી છે. તેનાથી પેટમાં બળતરા થાય છે અને તમને ગેસની સમસ્યા પણ થઈ શકે છે.

ચામાં ખાંડ ઉમેરવામાં આવે છે અને તેથી જ્યારે તેને ફરીથી ગરમ કરવામાં આવે છે ત્યારે ખાંડને કારણે બેક્ટેરિયાના વિકાસની શક્યતા વધી જાય છે. આ સાથે તેની સુગંધ અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ પણ ઓછા થાય છે.

ડોક્ટરોના મતે, વ્યક્તિએ દિવસમાં એક કે બે કપથી વધુ ચા ન પીવી જોઈએ