કેન્સરથી સાજા થયા બાદ ફરી થઈ શકે છે રિલેપ્સ? આ 10 લક્ષણને ભૂલથી પણ અવગણશો નહીં !

તાજેતરમાં દિગ્ગજ અભિનેતા મુશ્તાક ખાનનું કેન્સરથી નિધન થયું છે. સૂત્રો અનુસાર, તેમને અગાઉ કેન્સર થયું હતું અને સારવાર બાદ તેઓ સ્વસ્થ થઈ ગયા હતા. કેન્સરની સારવાર પૂર્ણ થઈ ગઈ હોય અને દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ દેખાતો હોય, ત્યારે પણ કેટલીકવાર કેન્સર ફરી થવું શક્ય છે.

| Updated on: Sep 29, 2026 | 2:30 PM
1 / 7
કેન્સર રિલેપ્સ (Relapse) એટલે સારવાર બાદ કેન્સર ફરી પાછું આવવું. નિષ્ણાતોના મતે, કેન્સરને સારવારથી નિયંત્રિત કરી શકાય છે. પરંતુ તેનો અર્થ એ નથી કે કેન્સરના દરેક કોષ શરીરમાંથી સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે. (Image Source | iStock)

2 / 7
કેટલાક કિસ્સામાં કેન્સરના થોડા કોષો સારવાર બાદ પણ શરીરમાં જીવંત રહી શકે છે. આ કોષો મહિનાઓ કે વર્ષો સુધી નિષ્ક્રિય રહી શકે છે અને ત્યારબાદ ફરીથી વધવા લાગે છે. તેથી સારવારનો સંપૂર્ણ કોર્સ પૂરો કરવો અને નિયમિત ફોલોઅપ તથા જરૂરી તપાસ કરાવવી ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. ભલે દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ અનુભવતો હોય. (Image Source | iStock)

3 / 7
કેન્સરનું ફરી આવવું ગંભીર બાબત છે. પરંતુ તેનો અર્થ એ નથી કે હવે સારવાર શક્ય નથી. કેન્સર ફરી દેખાયા બાદ આગળ શું કરવું તે અનેક બાબતો પર આધારિત હોય છે. આમાં મુખ્યત્વે કેન્સર ક્યાં પાછું આવ્યું છે, એક જ જગ્યાએ મર્યાદિત છે કે શરીરના અન્ય ભાગોમાં ફેલાયું છે, મૂળ કેન્સરનો પ્રકાર અને સ્ટેજ શું હતો, સારવાર પૂર્ણ થયા બાદ કેટલો સમય થયો છે અને નવી સારવાર સામે કેન્સર કેવી પ્રતિક્રિયા આપે છે જેવી બાબતોનો સમાવેશ થાય છે. (Image Source | iStock)

4 / 7
દર્દીની એકંદર તબિયત અને અગાઉ આપવામાં આવેલી સારવારને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. આથી દરેક દર્દી માટે સારવારની પદ્ધતિ અલગ હોઈ શકે છે. કેટલાક કિસ્સામાં ડોક્ટર ફરીથી કેન્સર દેખાય ત્યારે ઝડપથી અને સઘન સારવાર આપી શકે છે. જ્યારે કેટલાક કિસ્સામાં સારવારનો મુખ્ય હેતુ રોગને નિયંત્રિત કરવાનો અને દર્દીના જીવનની ગુણવત્તા જાળવી રાખવાનો હોઈ શકે છે. (Image Source | iStock)

5 / 7
કેન્સરની સારવાર બાદ દર્દીએ શરીરમાં દેખાતા એવા નવા લક્ષણો પર ધ્યાન આપવું જોઈએ, જે સતત રહેતા હોય અથવા સામાન્ય કરતાં અલગ હોય. જેમાં કોઈ ખાસ કારણ વગર વજન ઘટવું, સતત થાક લાગવો, શરીરમાં નવી ગાંઠ અથવા સોજો દેખાવો, સતત દુખાવો રહેવું, લાંબા સમય સુધી ન મટતી ઉધરસ, કોઈ સ્પષ્ટ કારણ વગર શ્વાસ લેવામાં તકલીફ અથવા શ્વાસ ફૂલવો, અસામાન્ય રીતે રક્તસ્ત્રાવ થવો, સતત ભૂખ ઓછી લાગવી. (Image Source | iStock)

6 / 7
જોકે, આમાંથી કોઈપણ લક્ષણ હોય એટલે કેન્સર ફરી થયું જ છે એવું જરૂરી નથી. આવા લક્ષણોના અન્ય ઘણા કારણો પણ હોઈ શકે છે. પરંતુ જો કોઈ વ્યક્તિને અગાઉ કેન્સર થઈ ચૂક્યું હોય અને આવા નવા અથવા સતત લક્ષણો જોવા મળે, તો તેને અવગણવાને બદલે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. કેન્સરની સારવાર બાદ નિયમિત ફોલોઅપ, ડોક્ટરની સલાહ મુજબ જરૂરી તપાસ અને શરીરમાં થતા અસામાન્ય ફેરફારો અંગે સમયસર જાણ કરવી મહત્વપૂર્ણ છે. (Image Source | iStock)

7 / 7
નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. (Image Source | iStock)

Follow Us
Loading...
Unable to load recommendations.