
સોફ્ટવેર એન્જિનિયર (Software Engineer) : ટેકનોલોજી ક્ષેત્રમાં સોફ્ટવેર ડેવલપર્સ અને એન્જિનિયરોની ઉંચી માંગ છે. સરકારી સ્તરે તેમને સ્થાયી થવા માટે પ્રોત્સાહન મળે છે.

પ્રારંભિક બાળ શિક્ષક (Early Childhood Educator) : પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અછત છે, જેના કારણે બાળ શિક્ષણમાં કરિયર બનાવવા માટે ઘણાં અવસરો ઉપલબ્ધ છે.

વેલ્ડર (Welder) : 2028 સુધી કેનેડાને લગભગ 23,000 વેલ્ડરની જરૂર પડશે. ખાસ કરીને British Columbia અને Prince Edward Islandમાં વધારે તક છે. ઇલેક્ટ્રિશિયન (Electrician) : નવીનીકરણીય ઊર્જા અને નવી ઇમારતોના પ્રોજેક્ટ્સની વધતી સંખ્યાને કારણે ઇલેક્ટ્રિશિયનની માંગ સતત વધી રહી છે.

ફાર્માસિસ્ટ (Pharmacist) : દર્દીઓને યોગ્ય દવા પૂરી પાડવા માટે ફાર્માસિસ્ટની જરૂરીયાત આરોગ્યસંભાળ ક્ષેત્રમાં સતત વધી રહી છે.

ટ્રક ડ્રાઈવર (Truck Driver) : દેશભરમાં માલસામાનના પરિવહન માટે ટ્રક ડ્રાઈવરોની ખૂબ ઊંચી માંગ છે. આ એક અત્યંત મહત્વપૂર્ણ અને સ્થિર નોકરી છે.

વહીવટી સહાયક (Administrative Assistant) - એકાઉન્ટન્ટ (Accountant) : દરેક ઓફિસમાં વ્યવસ્થિત કામગીરી માટે વહીવટી સહાયકો જરૂરી છે. નાણાકીય વ્યવસ્થાપન માટે એકાઉન્ટન્ટ્સની જરૂર છે. એકાઉન્ટન્ટ :અનેક કંપનીઓ આજે નાણાકીય વિશ્લેષકોની શોધમાં છે.

સામાજિક કાર્યકર (Social Worker) : લાચાર અને જરૂરીયાતમંદ લોકોને સહાય માટે કેનેડામાં સામાજિક કાર્યકરોની પણ ખુબ માંગ છે.