
કેનેડાનું મુખ્ય કારણ છે કે અંગ્રેજી ભાષાનું વર્ચસ્વ વધતું જાય છે અને ફ્રેન્ચ બોલતા લોકોની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે. 'ફેડરેશન ડેસ કોમ્યુનિટીઝ ફ્રાન્કોફોન્સ એટ એકેડિએન ડુ કેનેડા'ના પ્રમુખ લિયાન રોયે જણાવ્યું કે ઘણા ફ્રેન્ચ બોલતા સમુદાયો અદૃશ્ય થઈ શકે છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં. તેમણે ચેતવણી આપી કે વધુ ફ્રેન્ચ બોલતા કામદારો વિના, અનેક રાજ્યોમાં મજૂરની અછત ઊભી થઈ શકે છે.

સરકારનું માનવું છે કે ફ્રેન્ચ બોલતા લોકોને પ્રોત્સાહન આપવાથી આર્થિક વૃદ્ધિ થશે અને લઘુમતી સમુદાયો મજબૂત બનશે. આ માટે IRCC એ ફ્રેન્ચ બોલતા લોકો માટે ખાસ એક્સપ્રેસ એન્ટ્રી ડ્રો શરૂ કર્યા છે.

હવે ફ્રેન્ચ ભાષા જાણતા લોકોને PR અને નોકરી બંનેમાં પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. જો તમે ફ્રેન્ચ જાણો છો, તો કેનેડામાં નોકરી અને કાયમી રહેઠાણ મેળવવું વધુ સરળ બની શકે છે.