શું તમે ડાયેટિંગ વિના વજન ઘટાડી શકો છો? જાણો વજન ઘટાડવાની સરળ ટિપ્સ

|

Jul 02, 2024 | 8:23 AM

વજન ઘટાડવા માટે મોટાભાગના લોકો ડાયટિંગ કરવાનું વિચારે છે, પરંતુ અહીં અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ જેની મદદથી તમે ડાયટિંગ કર્યા વિના પણ વજન ઘટાડી શકો છો. આના દ્વારા તમે તમારી મનપસંદ વસ્તુઓનો સ્વાદ ચાખી શકો છો અને વજન પણ ઘટાડી શકો છો.

1 / 7
બદલાતી લાઈફસ્ટાઈલ અને  ખાવાની આદતોના કારણે લોકો ઘણીવાર સ્થૂળતાનો શિકાર બને છે. ચરબીનું પ્રમાણ વધવું એ શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે. તેથી તેને સમયસર નિયંત્રિત કરવું જરૂરી છે. વધતા વજનને કારણે તમને હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય તમને હૃદય સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે.

2 / 7
વધતા વજનથી પરેશાન થઈને, મોટાભાગના લોકો વજન ઘટાડવા માટે ઘણી પદ્ધતિઓ અપનાવે છે જેમાં ડાયટિંગ, કસરત, યોગનો સમાવેશ થાય છે. મોટા ભાગના લોકો વજન ઘટાડવા માટે સખત આહારનું પાલન કરે છે. વજન ઘટાડવા માટે તમે ઘણા પ્રકારના ડાયટ કરી શકો છો. પરંતુ શું તમે ડાયેટિંગ વિના પણ વજન ઘટાડી શકો છો, ચાલો જાણીએ તેના વિશે.

3 / 7
ફાઈબરથી ભરપૂર વસ્તુઓ ખાઓ : વજન ઘટાડવા માટે તમારા આહારમાં ફાઈબરથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરો. જેનાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહેશે અને તમે વધુ પડતું ખાવાનું ટાળશો. આ સાથે જંક ફૂડ ખાવાથી પણ બચી જશો. આ માટે તમે તમારા આહારમાં પાલક, કઠોળ, બાજરી, નારંગી, સફરજન, કાચા કેળા વગેરેનો સમાવેશ કરી શકો છો.

4 / 7
નાસ્તો છોડશો નહીં : ઘણા લોકો વજન ઘટાડવા માટે નાસ્તો છોડી દે છે અથવા તો કેટલાક લોકો ઉતાવળમાં ઘણી વખત નાસ્તો કરી શકતા નથી. આવી સ્થિતિમાં તમારે બદામ અથવા મખાના જેવી વસ્તુઓને શેકી ખાવી જોઈએ. પરંતુ નાસ્તો છોડવાની ભૂલ ન કરો.

5 / 7
એકસાથે વધારે ન ખાવું : કેટલાક લોકોની ટેવ હોય છે કે સવારે નાસ્તો નથી કરતા, સીધું બપોરનું જ ભોજન ખાવાની આદત હોય છે. જેના કારણે તમે જલદી જ સ્થૂળતાનો શિકાર બની શકો છો. તેથી ખોરાક હંમેશા ધીમે-ધીમે ખાઓ. ખોરાક ખાવામાં ક્યારેય ઉતાવળ ન કરો.

6 / 7
બને એટલું પાણી પીવો : જો તમે ડાયેટિંગ વગર મેદસ્વિતાને ઓછી કરવા માંગો છો, તો તમારે હેલ્ધી ફૂડ ખાવાની સાથે સાથે પુષ્કળ પાણી પણ પીવું જોઈએ. હાઇડ્રેટેડ રહેવાથી તમારા માટે વજન ઘટાડવાનું સરળ બનશે.

7 / 7
મીઠાઈઓથી દૂર રહો : વજન ઘટાડવા માટે તે સૌથી મહત્વપૂર્ણ છે કે તમે તમારા આહારમાંથી મીઠી વસ્તુઓને સંપૂર્ણપણે દૂર કરો. આ સાથે તમે ડાયેટિંગ કર્યા વિના પણ ફિટ રહેશો.

Next Photo Gallery