
કોઈપણ વિદેશીને ભારતીય નાગરિકતા મેળવવા માટે ઘણા માપદંડો પાર કરવા પડે છે. જો કે, ભારતમાં નાગરિકતા જન્મ, વંશ, નોંધણી અને નેચરલાઈઝેશન દ્વારા આપવામાં આવે છે. પરંતુ ખાસ કિસ્સાઓમાં નાગરિકતા મેળવવા માટેની પ્રક્રિયાઓ અલગ અલગ હોય છે.

આમાંથી પહેલું રાજકીય આશ્રય છે, જો કોઈ વિદેશી નેતા ભારતમાં રાજકીય આશ્રય માંગે છે અને તેને ભારત સરકારની મંજૂરી મળે છે, તો તેને ભારતમાં રહેવાની અને નાગરિકતા પ્રાપ્ત કરવાની મંજૂરી મળી શકે છે.

જો કોઈ વ્યક્તિના નાગરિકત્વ મેળવવાથી ભારતના હિતોને ફાયદો થશે અથવા આંતરરાષ્ટ્રીય સંબંધો મજબૂત થશે, તો સરકાર ખાસ નિર્ણય લઈ શકે છે અને તેને નાગરિકત્વ આપી શકે છે.

ભારત સરકારની વિદેશ નીતિ અનુસાર, કોઈ નેતા કે વિદેશી નાગરિક ભારતમાં રાજકીય આશ્રય માંગે છે, તો તેનો નિર્ણય કેસ-ટુ-કેસ આધારે લેવામાં આવે છે. આ નિર્ણય ભારતની સુરક્ષા ચિંતાઓ, આંતરરાષ્ટ્રીય સંબંધો અને વ્યક્તિના રાજકીય કે સામાજિક ઇતિહાસને ધ્યાનમાં રાખીને લેવામાં આવે છે.