શું તમે જાણો છો કે લીલું મરચું તમારા સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે અને ખાસ કરીને ઉનાળામાં તે તમને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચાવી શકે છે. લીલા મરચાના પોષણની વાત કરીએ તો વિટામીન A, C ઉપરાંત તેમાં વિટામિન B-1, B-3, B-5, B-6, B-9 વગેરે ઉપરાંત મેગ્નેશિયમ, આયર્ન, પોટેશિયમ વગેરે તત્વો પણ સારી માત્રામાં હોય છે. તેમાં capsaicin નામનું સંયોજન હોય છે જે સમસ્યા ઘટાડવામાં અસરકારક છે.