Stock Market: Buy, Hold કે Sell…? આ બેન્કના શેરને લઈને રોકાણકારોએ હવે આગળ શું કરવું? તાજેતરના પરિણામો બાદ દલાલ સ્ટ્રીટમાં હલચલ

શેરબજારમાં જ્યારે પણ કોઈ મોટી સરકારી બેંકના પરિણામો આવે છે, ત્યારે સૌની નજર બ્રોકરેજ રિપોર્ટ્સ પર ટકેલી હોય છે. એવામાં એક પ્રાઇવેટ સેક્ટરની બેન્કના તાજેતરના પરિણામોએ આ સમયે દલાલ સ્ટ્રીટ પર હલચલ મચાવી દીધી છે.

| Updated on: Jan 20, 2026 | 5:19 PM
1 / 5
બેંકે ભલે 5,100 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો હોય પરંતુ મોટા બ્રોકરેજ હાઉસના રિપોર્ટ્સથી રોકાણકારોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. દિગ્ગજ બ્રોકરેજ ફર્મ Jefferies એ PNB પર પોતાનો ભરોસો યથાવત રાખ્યો છે. તેણે માત્ર 'Buy' રેટિંગ જ નથી આપ્યું પરંતુ ટાર્ગેટ પ્રાઈસ પણ 145 રૂપિયાથી વધારીને 150 રૂપિયા કરી દીધી છે. તેમના મત મુજબ, બેંકનો નફો અપેક્ષા કરતા વધુ રહ્યો છે અને લોન ગ્રોથ પણ 12% ની શાનદાર ઝડપે વધી રહી છે.

2 / 5
બીજી તરફ, CLSA એ તેનું રેટિંગ 'Accumulate' રાખ્યું છે. આનો અર્થ છે કે, ઘટાડા પર શેર ખરીદતા રહો. તેમણે પોતાનો ટાર્ગેટ 135 રૂપિયાથી વધારીને 145 રૂપિયા કરી દીધો છે. CLSA નું માનવું છે કે, ભલે માર્જિનમાં થોડો ઘટાડો થયો હોય પરંતુ બેંકની ડિપોઝિટ ગ્રોથ અને CASA રેશિયો (36%) નોંધપાત્ર રીતે સ્થિર રહી છે. તેમના મતે આ સ્ટોક હજુ પણ રોકાણકારોને સારું વળતર આપી શકે છે.

3 / 5
વધુમાં Citi એ આ રોકાણકારોમાં ખતરાની ઘંટડી વગાડી દીધી છે. સિટીએ પોતાનું 'Sell' રેટિંગ યથાવત રાખતા ટાર્ગેટ પ્રાઈસ માત્ર 115 રૂપિયા રાખી છે. તેમનું કહેવું છે કે, PNB નો જે નફો દેખાઈ રહ્યો છે, તેની પાછળ ટ્રેઝરી ગેઈન, ટેક્સ રિવર્સલ અને જૂના ડૂબેલા દેવાની વસૂલાતનો મોટો હાથ છે. Citi ની સૌથી મોટી ચિંતા બેંકનું ઘટતું નેટ ઈન્ટરેસ્ટ માર્જિન (NIM) છે, જે 2.52% પર આવી ગયું છે. તેમનું માનવું છે કે, બેંકે તેના ભવિષ્યના માર્જિન ગાઈડન્સમાં પણ ઘટાડો કર્યો છે, જે રોકાણકારો માટે સારો સંકેત નથી.

4 / 5
બધા બ્રોકરેજ રિપોર્ટ્સમાં એક વાત સમાન છે અને તે 'એક્સપેક્ટેડ ક્રેડિટ લોસ' (ECL) ની જોગવાઈ છે. બેંકને આગામી 5 વર્ષમાં આ ટ્રાન્ઝિશન (પરિવર્તન) માટે આશરે 10,000 કરોડ રૂપિયાની જરૂર પડશે.

5 / 5
બેંકે અત્યાર સુધીમાં 1,800 કરોડ રૂપિયાનું બફર તૈયાર કરી લીધું છે. જો કે, બાકીની રકમ માટે દર વર્ષે બેંકના ક્રેડિટ કોસ્ટ (ધિરાણ ખર્ચ) પર 15 બેસિસ પોઈન્ટની અસર પડશે. UBS એ આ જ કારણે પોતાનું રેટિંગ 'Neutral' રાખ્યું છે. એવામાં UBS એ પણ ટાર્ગેટ વધારીને 140 રૂપિયા કરી દીધો છે.