
18 ડિસેમ્બર 1994ના રોજ મુંબઈમાં જન્મેલી રાધિકાએ કેથેડ્રલ એન્ડ જ્હોન કોનન સ્કૂલ અને ઈકોલે મોન્ડિયેલ વર્લ્ડ સ્કૂલ, મુંબઈમાંથી અભ્યાસ કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાધિકા અને અનંત લાંબા સમયથી એકબીજાના મિત્રો છે. રાધિકા એક ડાન્સર છે. તે શ્રી નિભા આર્ટ્સના ગુરુ ભાવના ઠાકર પાસેથી ભરતનાટ્યમ શીખી છે.

રાધિકા અને અનંતની લવ સ્ટોરી વિશે સૌ કોઈ જાણવા ઉત્સુક હોય છે. બંન્ને કોલેજના સમયથી એક બીજાને ડેટ કરી રહ્યા છે. રાધિકા અને અનંતે ગત્ત વર્ષ જાન્યુઆરીના રોજ સગાઈ કરી હતી.

રાધિકા ભારતના કરોડપતિ વીરેન મર્ચેટની પુત્રી છે. રાધિકા મર્ચન્ટના પિતા વીરેન મર્ચેટનું નામ કરોડપતિના લીસ્ટમાં સામેલ છે. તેઓ હેલ્થકેર કંપની એન્કોરના સીઈઓ છે. આ સિવાય વિરેન મર્ચન્ટ ભારતીય બજારમાં ઘણી મોટી કંપનીઓનું સંચાલન પણ કરે છે. તેમાં અનેક મોટી કંપનીઓનો સમાવેશ થાય છે.

વીરેન મર્ચન્ટ ગુજરાતી હિન્દુ પરિવારમાંથી આવે છે. તેની પત્નીનું નામ શૈલા મર્ચેટ છે. તેમને 2 પુત્રીઓ છે. રાધિકા અને અંજલિ બંન્ને બિઝનેસ સાથે જોડાયેલી છે. રાધિકાની બહેન અંજલિ મર્ચન્ટ પણ કો ફાઉન્ડર છે.

લગ્ન પહેલા 1 થી 3 માર્ચ સુધી ગુજરાતના જામનગરમાં પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન આ મોટા લગ્નમાં અનેક મોટો હસ્તીઓ ઉપસ્થિત રહેશે. જેમાં રમત ગમત, બોલિવુડ , બિઝનેસ તેમજ વિદેશી મહેમાનો પણ હાજર રહેશે.