
આ ફિલ્ડમાં કમ્પ્યુટર/લૅપટોપ, ઇન્ટરનેટ કનેક્શન, અને બેઝિક સોફ્ટવેર (જેમ કે MS Word, Grammarly, Canva) ખૂબ જ જરૂરી છે. આ બધુ મળીને અંદાજિત ₹15,000-₹30,000 જેટલાનું રોકાણ તમારે કરવું પડશે. જો આ બધી વસ્તુઓ તમારી પાસે પહેલેથી જ પડી છે તો તમારું રોકાણ લગભગ ના બરાબર જ કહેવાય.

આ ફિલ્ડમાં તમારી આવક આવડત, અનુભવ અને તમારી ભાષાને આધારે થાય છે. શરૂઆતમાં તમને એક બ્લોગ પર ₹200 થી ₹800 અને સ્ક્રિપ્ટ માટે ₹500 થી ₹1500 મળી શકે છે. જેમ જેમ અનુભવ થાય તેમ તેમ આવકમાં પણ વધારો થશે.

અનુભવી લેખકો ₹5,000 થી ₹25,000 સુધીની આવક ઘર બેઠા કમાઈ શકે છે. બીજું કે, ઇન્ટરનેશનલ ક્લાઈન્ટ્સ સાથે કામ કરવાની તક મળે તો તમે ડોલરમાં પણ કમાણી કરી શકો છો.

શરૂઆતમાં તમે Upwork, Fiverr, Freelancer, WorkIndia, Truelancer જેવી સાઇટ્સનો ઉપયોગ કરીને ક્લાઈન્ટસ મેળવી શકો છો. આ ઉપરાંત LinkedIn, Instagram, Facebook જેવી એપ્લિકેશનમાં તમે તમારી રાઇટિંગ સ્કિલ શેર કરી શકો છો.

આ પછી તમે તમારો પોર્ટફોલિયો તૈયાર કરો અને આગળ ક્લાઈન્ટને શેર કરી દો. તમારી પાસે જો તમારો પોર્ટફોલિયો હશે તો તમારો પ્રભાવ પડશે અને ફ્રીલાન્સ કામ મળવાના ચાન્સ વધી જશે.

આ ફિલ્ડમાં માર્કેટિંગ કે બ્રાન્ડિંગ કરવાની ખાસ જરૂર નથી પણ જો તમે ઈચ્છો છો કે, માર્કેટિંગ અને બ્રાન્ડિંગ કરવું છે તો તમે Instagram કે LinkedIn પર Freelance Writer તરીકેની ઓળખ બનાવો. ત્યારબાદ ગ્રાહકના રિવ્યુ લેવાનું શરૂ કરો તેમજ રેફરલ અને વર્ડ ઓફ માઉથ પર કામ કરવાનું શરૂ કરો.

ફ્રીલાન્સિંગ એક સારી અને બૂમિંગ ફિલ્ડ છે. આ ફિલ્ડમાં કન્ટેન્ટ રાઈટિંગ સિવાય ક્રિએટિવ રાઈટિંગ, કોપી રાઇટીંગ, SEO રાઈટિંગ, સ્ક્રિપ્ટ રાઈટિંગ, ઘોસ્ટ રાઇટિંગ, રિઝ્યુમ રાઈટિંગ, એડ કોપી વગેરેનો સમાવેશ થાય છે.

જેમ જેમ તમારો અનુભવ બહોળો થશે તેમ તેમ તમને લોંગ ટર્મ પ્રોજેક્ટ મળશે. ખાસ વાત તો એ કે, એજન્સી કોલાબોરેશન કરીને તમે વધુ ફ્રીલાન્સિંગ વર્ક મેળવી શકો છો.
Published On - 5:42 pm, Fri, 23 May 25