
તમે આ બિઝનેસમાં આરામથી દર મહિને ₹30,000 થી ₹70,000 સુધીનો નફો મેળવી શકો છો. બિઝનેસ શરૂ કરવા માટે ગુમાસ્તા લાયસન્સ, દુકાનનું ભાડાનામું કે માલિકી, દસ્તાવેજ, પાનકાર્ડ, આધારકાર્ડ અને GST રજીસ્ટ્રેશનની પણ જરૂર પડે છે.

આજના સમયમાં માર્કેટિંગ માટે Google Business, WhatsApp સ્ટેટસ, Instagram જેવા ઓનલાઈન પ્લેટફોર્મ ખૂબ ઉપયોગી છે. આ સાથે સાથે ફ્લાયર અને પોસ્ટર પણ સારી અસર કરે છે.

જો તમે ગ્રાહકોને સીઝનલ ઑફર, ડિસ્કાઉન્ટ અને વિશ્વસનીય સેવા આપશો તો તમારા બિઝનેસની ઓળખ ઝડપથી વધી શકે છે.

જો તમને ટૂ-વ્હીલર રિપેરિંગ બિઝનેસમાં રસ હોય તો તમે ITI કોલેજો અને Government Skill Centresમાં ઓન-હેન્ડ ટ્રેનિંગ માટેના કોર્સ કરી શકો છો. આ સિવાય પ્રાઇવેટ ગેરેજથી પણ તમે ઓન-હેન્ડ ટ્રેનિંગ લઈ શકો છો.
Published On - 4:38 pm, Wed, 14 May 25