
સૂપની દુકાન ખોલતી વખતે ભીડવાળો વિસ્તાર પસંદ કરવો ફાયદાકારક રહેશે. આવા વિસ્તારોમાં દુકાનનું ભાડું થોડું વધારે હોઈ શકે છે પરંતુ આવકની શક્યતા પણ વધુ રહે છે. બિઝનેસની સફળતા માટે લોકોની પસંદ અને ટેસ્ટનું ધ્યાન રાખવું જરૂરી છે. શરૂઆતના તબક્કામાં તમે ઓછા રૂપિયા લગાવીને બિઝનેસ શરૂ કરી શકો છો અને જેમ જેમ કમાણી વધે તેમ તેમ તેને આગળ વધારી શકો છો.

ગ્રાહકોને સૂપમાં ઘણા બધા ટેસ્ટના વિકલ્પો આપો. મોટાભાગના લોકો જમતા પહેલા સૂપ પીવાનું પસંદ કરે છે પરંતુ બજારમાં મળી આવતા પેકેટવાળા સૂપ ના તો તાજગી આપે છે અને ના તો અસલી સ્વાદ આપે છે. આવી સ્થિતિને ધ્યાનમાં રાખીને ઘણા નાનકડા વેપારીઓએ, તેમના નજીકના વિસ્તારમાં ગરમ-ગરમ સૂપનો બિઝનેસ શરૂ કર્યો છે. વેપારીઓનું કહેવું છે કે, ઠંડીની સીઝનમાં સૂપનો બિઝનેસ ગ્રાહકોમાં ઝડપથી લોકપ્રિય બની રહ્યો છે અને સારી એવી કમાણી પણ થઈ રહી છે.

જો એક બાઉલ સૂપ બનાવવાનો ખર્ચ ₹10-15 હોય, તો તેને ₹40-50 માં વેચી શકાય છે. શરૂઆતના તબક્કામાં કિંમત ઓછી રાખો અને પછી ધીમે-ધીમે વધારો કરો. માની લો કે, તમે મહિનામાં 2000 બાઉલ સૂપ વેચો છો, તો તમારું માસિક વેચાણ ₹1 લાખ સુધી પહોંચી શકે છે. ઓછા ખર્ચ અને વધુ માર્જિન સાથેનો આ બિઝનેસ લાખોની કમાણીની તક આપી શકે છે.