
વ્યવસાય માટે જરૂરી સાધનોમાં સ્ટીલ કે પ્લાસ્ટિકનો સ્ટોલ કે ટ્રોલી, લેમન સ્ક્વીઝર, નાળિયેર કાપવાની છરી અને હથોડો, પાણી સ્ટોરેજ માટેનો ડ્રમ, કપ, સ્ટ્રો, ટીશ્યૂ, ડસ્ટબિનનો સમાવેશ થાય છે. શરૂઆતમાં લગભગ ₹10,000 થી ₹15,000 જેટલું રોકાણ કરવું પડે છે.

આવકની વાત કરીએ તો, લીંબુ પાણી ₹5 થી ₹10માં વેચી શકાય છે. જો રોજના 80 થી 150 ગ્લાસ લીંબુ પાણી વેચાય છે તો તમે રોજના ₹800 થી ₹1,500 અને મહિનાના ₹24,000 થી ₹45,000 કમાઈ શકો છો.

નાળિયેર પાણી માટે દરેક નાળિયેર ₹30 થી ₹40ના દરે ખરીદી શકાય છે અને ₹50 થી ₹60માં વેચી શકાય છે. જો રોજના 50 થી 100 નાળિયેર વેચાય તો દરરોજની આવક ₹2,500 થી ₹6,000 અને મહિનાની આવક ₹75,000 થી ₹1,50,000 જેટલી થઈ શકે છે. સરળ રીતે જોઈએ તો, બંનેમાં અંદાજિત નફો 30% થી 60% સુધીનો રહે છે.

માર્કેટિંગ માટે વર્ડ ટુ માઉથ પબ્લિસિટી, ડિસ્કાઉન્ટ ઓફર્સ, બ્રાન્ડિંગ, આકર્ષક બેનરો તથા સોશિયલ મીડિયામાં ફોટા અને વીડિયોની પોસ્ટિંગ કરીને ગ્રાહકોને તમારા બિઝનેસ તરફ ખેંચી શકો છો.