
મોબાઇલ શોરૂમ માટે લોકેશન ખૂબ જ મહત્વપૂર્ણ છે. શોરૂમને બજાર, બસ સ્ટેશન અથવા કોઈ શેરીની નજીક ખોલવાનો પ્રયાસ કરો. આવી લોકેશન પર તમારો વ્યવસાય ઝડપથી વધી શકે છે અને લોકોમાં મુખ્ય આકર્ષણ બની શકે છે.

મોબાઇલ શોરૂમ ખોલતા પહેલા GST રજિસ્ટ્રેશન જરૂરી છે. આના વિના તમે ડિસ્ટ્રીબ્યુટર પાસેથી મોબાઇલ ફોન અને એસેસરીઝ ખરીદી શકશો નહીં. GST રજિસ્ટ્રેશન તમારા વ્યવસાયને સરકારની ટેક્સ સિસ્ટમ સાથે જોડે છે. હવે આગળ બિઝનેસ રજિસ્ટ્રેશન પણ જરૂરી છે. શરૂઆતના સ્તરે પ્રોપ્રાયટરી રજિસ્ટ્રેશન સૌથી સરળ અને સુરક્ષિત વિકલ્પ છે, જે તમારા શોરૂમને કાનૂની ઓળખ આપે છે.

આટલું કર્યા બાદ, હવે મોબાઇલ બ્રાન્ડના ડિસ્ટ્રિબ્યુટરનો સંપર્ક કરો અને ડિસ્ટ્રિબ્યુટર કોડ મેળવો. આનાથી તમે તેમના મોબાઇલ અને એસેસરીઝને સત્તાવાર રીતે વેચી શકો છો. જો તમે EMI અથવા ફાઇનાન્સિંગ ઓફર કરવા માંગતા હોવ, તો બ્રાન્ડનો પણ ફાઇનાન્સ કોડ મેળવવો જરૂરી છે.

3 લાખની મૂડીમાં શરૂઆત કરતા સમયે કેટલાંક પસંદ કરેલ મોબાઇલ બ્રાન્ડ્સ અને બેઝિક એક્સેસરીઝનો સ્ટોક રાખો. ધીમે ધીમે બિઝનેસ વધે તેમ સ્ટોક અને કેશ ફ્લો વધારતા રહો. ગ્રાહકની પસંદગી મુજબ નવા મોડેલ્સ અને ઑફર્સ ઉમેરતા રહો. આ વ્યવસાયમાં, સૌ પ્રથમ તમારા ગ્રાહકોનો વિશ્વાસ કમાવવો ખૂબ જ જરૂરી છે. સારું વર્તન, વાજબી કિંમત અને યોગ્ય કસ્ટમર સર્વિસ આપશો, તો ગ્રાહકો લાંબા સમય સુધી જોડાયેલા રહેશે.

તમારો શોરૂમ વ્યવસ્થિત હોવો જોઈએ. આમાં રેકૉર્ડ રાખવા, કેશ કાઉન્ટિંગ અને ગ્રાહકો માટે બેસવાની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ. આ ઉપરાંત વૉરંટી ક્લેઇમ અને રિપેરિંગ જેવી સમસ્યાઓ દૂર કરવા માટે એક સર્વિસ ટીમ રાખવી જરૂરી છે. માર્કેટિંગ કરવા માટે સોશિયલ મીડિયા, વોટ્સએપ ગ્રુપ અને લોકલ પોસ્ટર્સનો ઉપયોગ કરો. ગ્રાહકોને ખાસ ઑફર્સ અને તહેવારો પર ડિસ્કાઉન્ટ આપતા રહો.

તમે મોબાઇલ રિપેર, સ્ક્રીન ગાર્ડ ઇન્સ્ટોલેશન અને એસેસરી સેલ્સ જેવી સર્વિસ આપીને વધુ રૂપિયા કમાઈ શકો છો. આ તમારા શોરૂમને વન-સ્ટોપ સોલ્યુશન બનાવે છે અને નવા ગ્રાહકોમાં વધારો કરે છે.
Published On - 7:38 pm, Tue, 9 December 25