
સરળ શબ્દોમાં કહીએ તો, ₹20,000 થી ₹30,000 સ્ટોલ અથવા ટ્રોલી તૈયાર કરાવવા માટે, ₹5,000 થી ₹10,000 સુધી જ્યુસર મશીન માટે, ₹10,000 ફ્રિજ અથવા આઇસ બોક્સ માટે અને ₹5,000 ફળફળાદી, વોટર બોટલ, ગ્લાસ, સ્ટ્રો, શરબત માટે ખર્ચ થાય છે.

દરેક કપ અથવા ગ્લાસ પર અંદાજે ₹10 થી ₹20 સુધીનો નફો રહી શકે છે. જો દરરોજ 100 કપ/ગ્લાસ વેચાય તો રોજનું વેચાણ ₹2,000 થી ₹3,000 થઈ શકે છે, જેમાંથી સરેરાશ 40% સુધી નફો મેળવી શકાય છે. તમે મહિને અંદાજિત ₹25,000 થી ₹45,000 સુધીની કમાણી કરી શકો છો.

આ વ્યવસાય માટે સ્થાનિક નગરપાલિકા/પંચાયતમાંથી સ્ટોલની મંજૂરી અથવા લાઈસન્સ લેવું જરૂરી છે. આ સાથે જ FSSAI ફૂડ લાઈસન્સની જરૂર પડે છે. જો તમે કેશલેસ પેમેન્ટ લેવાના હોવ તો તમારા સ્ટોલ પર QR કોડ પણ હોવો જોઈએ.

સ્ટોલને સ્વચ્છ અને હાઈજીનિક રાખવો જરૂરી છે. બિઝનેસ વધારવા માટે વોટ્સએપ સ્ટેટસ, લોકલ ફેસબુક ગ્રુપ અને ફ્લેક્સ-બોર્ડના માધ્યમથી તમે જાહેરાત પણ કરી શકો છો.
Published On - 7:20 pm, Mon, 19 May 25