
માહિતી અનુસાર, 2027 સુધીમાં સરકારનો ટાર્ગેટ 68,000 કિલોમીટરનો રેલ્વે ટ્રેક વધારવાનો અને 400 વંદે ભારત ટ્રેન ચલાવવાનો છે. આવી સ્થિતિમાં બજેટમાં મળેલા પૈસાનો ઉપયોગ આ જગ્યાઓ પર થઈ શકે છે.

હાલમાં દેશમાં અનેક રેલવે પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. જેમાં બુલેટ ટ્રેનથી લઈને ટ્રેનોમાં સેફ્ટી શિલ્ડ લગાવવાનું કામ સામેલ છે. આ સિવાય ઘણા શહેરોમાં મેટ્રો રેલ્વે લાઈન નાખવાનું કામ પણ ચાલી રહ્યું છે.

એટલું જ નહીં, આ વર્ષના બજેટમાં વંદે ભારતને પ્રમોટ કરતી વખતે 10 વંદે ભારત સ્લીપર અને 100 અમૃત ભારત ટ્રેનની પણ જાહેરાત કરવામાં આવી શકે છે. આ કામો માટે ફંડની જરૂર પડશે, આવી સ્થિતિમાં રેલવેને બજેટમાં જે નાણાં મળશે તે આ કામો માટે વાપરી શકાય.
Published On - 11:58 am, Wed, 22 January 25