
ક્રિપ્ટોકરન્સીને Virtual Digital Assetની વ્યાખ્યા હેઠળ લાવવાની દરખાસ્ત કરવામાં આવી છે જેથી કરીને તેને ટેક્સ સિસ્ટમમાં સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરી શકાય.

ક્રિપ્ટો આવક પર કર અને પાલન નિયમોમાં ફેરફાર કરવાની વાત કરી છે, ક્રિપ્ટો અસ્કયામતોથી સંબંધિત અજ્ઞાક આવક હવે બ્લોક એસેસમેન્ટમાં સમાવવામાં આવશે. જો કોઈ વ્યક્તિએ ક્રિપ્ટોમાંથી કમાણી કરી હોય અને તેને જાહેર ન કર્યું હોય, તો હવે તેને અનડિસ્ક્લોઝ ઈનકમ તરીકે ગણવામાં આવશે અને તેને બ્લોક એસેસમેન્ટ હેઠળ લાવવામાં આવશે. ત્યારે બ્લોક એસેસમેન્ટ માટે સમય મર્યાદા 12 મહિનામાં નક્કી કરવાનું રહેશે.

ક્રિપ્ટો એસેટ્સ પર ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ (TDS) અને ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ (TCS) કડક કરવામાં આવશે. ક્રિપ્ટો એક્સચેન્જોએ તેમના TDS/TCS રિપોર્ટિંગમાં સુધારો કરવો પડશે, જેથી સરકારને આ વ્યવહારોનો સીધો ડેટા મળે.
Published On - 1:29 pm, Sat, 1 February 25