
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લોકો લાભ લઈ રહ્યા છે. હવે ખેડૂતો માટે એક મોટા સમાચાર આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે યોજના હેઠળ મળનારા લાભની રકમ વધી શકે છે. 6000 રૂપિયાની વાર્ષિક રકમમાં 4000 રૂપિયાનો વધારો થઈ શકે છે.

કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરી 2025ના રોજ રજૂ કરવામાં આવશે અને આ બજેટમાં કેન્દ્ર સરકાર ખેડૂતો માટે ઘણી મોટી જાહેરાતો કરી શકે છે. ત્યારે એવી શક્યતા છે કે કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હપ્તાની રકમ પણ વધી શકે છે.

તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધીમાં 18 હપ્તા ચૂકવવામાં આવ્યા છે. હવે આ યોજનાના 19મા હપ્તાની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે જે ફેબ્રુઆરી 2025માં આવી શકે છે.

ત્યારે હવે એ જોવાનું છે કે 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટમાં સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવતા લાભોમાં વધારો થાય છે કે નહીં. સરકાર આ યોજના હેઠળ આપવામાં આવતા લાભોની રકમમાં વધારો કરશે તો દેશના કરોડો ખેડૂતોને આનો સીધો લાભ મળશે.