Budget 2024 : બજેટના દિવસે કેવી રહેતી હોય છે શેરબજારની સ્થિતી, જાણો છેલ્લા 10 વર્ષના Budget Day એનાલિસીસ

|

Jul 22, 2024 | 3:11 PM

દર વખતે બજેટની રજૂઆત સાથે, એવું જોવા મળે છે કે શેરબજારના મુખ્ય સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટી, ક્યારેક ખૂબ જ ઝડપથી વધવા લાગે છે અથવા ઝડપથી ઘટવા લાગે છે. આ ઉતાર-ચઢાવ શરૂઆતથી અંત સુધી વધતા અને ઘટતા રહે છે. આવી સ્થિતિમાં, છેલ્લા 10 વર્ષો પર એક નજર કરીએ કે જે દિવસે બજેટ રજૂ થયું તે દિવસે શેરબજારની શું સ્થિતી હતી.

1 / 12
દર વખતે બજેટની રજૂઆત સાથે, એવું જોવા મળે છે કે શેરબજારના મુખ્ય સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટી, ક્યારેક ખૂબ જ ઝડપથી વધવા લાગે છે અથવા ઝડપથી ઘટવા લાગે છે. આ ઉતાર-ચઢાવ શરૂઆતથી અંત સુધી વધતા અને ઘટતા રહે છે. આવી સ્થિતિમાં ફરી એકવાર તમામની નજર શેરબજાર પર છે, જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. આવી સ્થિતિમાં, છેલ્લા 10 વર્ષો પર એક નજર કરીએ કે જે દિવસે બજેટ રજૂ થયું તે દિવસે શેરબજારની શું સ્થિતી હતી.

2 / 12
પૂર્ણ બજેટ 2014 (Budget 2014)- 2014 માં વચગાળાનું બજેટ રજૂ કર્યા પછી, જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની પ્રથમ સરકાર બનાવી, ત્યારે નાણા પ્રધાન અરુણ જેટલીએ 10 જુલાઈએ સંપૂર્ણ બજેટ રજૂ કર્યું. ત્યારે સેન્સેક્સ 0.28 ટકા ઘટીને બંધ રહ્યો હતો.

3 / 12
બજેટ 2015 (Budget 2015)- નાણામંત્રી અરુણ જેટલીએ 28 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. તે દિવસે સેન્સેક્સ 0.48 ટકા વધીને બંધ રહ્યો હતો.

4 / 12
બજેટ 2016 (Budget 2016)-નાણામંત્રી અરુણ જેટલીએ 29 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કર્યું હતું. બજેટના દિવસે સેન્સેક્સ 0.66 ઘટીને બંધ રહ્યો હતો.

5 / 12
બજેટ 2017 (Budget 2017)-વર્ષ 2017માં નાણામંત્રી અરુણ જેટલીએ 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. તે દિવસે સેન્સેક્સ 1.76 ટકાના વધારા સાથે બંધ થયો હતો.નિફ્ટી 155 પોઇન્ટ વધીને બંધ રહ્યાા હતું, આ વધારાની અસર વધારે સમય સુધી રહી ન હતી, ટ્રેડિગ સેશનના બીજા અને ત્રીજા દિવસે નિફ્ટિ અનુક્રમે -71 અને -8.8  પોઇન્ટ ઘટ્યું હતું .

6 / 12
બજેટ 2018 (Budget 2018)- નાણાપ્રધાન અરુણ જેટલીએ 1 ફેબ્રુઆરી, 2028ના રોજ બજેટ રજૂ કર્યું હતું. આ તેમનું છેલ્લું બજેટ હતું. આ બજેટથી શેરબજારને આંચકો લાગ્યો હતો. આ દિવસે સેન્સેક્સ 0.16 ટકાના મામૂલી ઘટાડા સાથે બંધ થયો હતો.જ્યારે નિફ્ટી -10 પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો. બજેટના બીજા બે દિવસ પણ બજાર નર્વસ રહ્યુ હતું.

7 / 12
સંપૂર્ણ બજેટ 2019 (Budget 2019)-વર્ષ 2019માં ફરી એકવાર કેન્દ્રમાં મોદી સરકાર આવી. ત્યારપછી નાણામંત્રી નિર્મલા સીતારમણે 5 જુલાઈએ નાણાકીય વર્ષ 2019-20 માટે સંપૂર્ણ બજેટ રજૂ કર્યું હતું. આ દિવસે શેરબજારમાં સેન્સેકસ 0.99 ટકાનો ઘટાડો થયો હતો. જ્યારે નિફ્ટી -135 ના ઘટાડા સાથે બંધ થયું હતું, જોકે પછીના દિવસે બજારમાં સામાન્ય 30 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.

8 / 12
બજેટ 2020 (Budget 2020)- નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2020-21 માટે સંપૂર્ણ બજેટ રજૂ કર્યું હતું. આ દિવસે શેરબજારમાં જોરદાર ઘટાડો નોંધાયો હતો અને બજાર 2.43 ટકા તૂટ્યું હતું, જ્યારે નિફ્ટીમાં 135 પોઇન્ટનો કડાકો નોંધાયો હતો. મહત્વનું છે કે બજેટના બીજા બે દિવસ સુધી આની અસર રહી હતી.

9 / 12
બજેટ 2021 (Budget 2021)- વર્ષ 2021માં નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું હતું, આ દિવસે શેરબજારમાં જોરદાર ઉછાળો આવ્યો હતો. આ દિવસે સેન્સેક્સ 5 ટકાના વધારા સાથે બંધ થયો હતો. નિફ્ટી 664 ના વધારા સાથે બંધ થયા હતા, જોકે પછીના બે દિવસ પ્રોફિટ બુકિંગ રહ્યું હતું .

10 / 12
બજેટ 2022 (Budget 2022)-નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી, 2022 ના રોજ બજેટ રજૂ કર્યું હતું. આ દિવસે શેરબજારમાં ઉછાળો આવ્યો હતો અને સેન્સેક્સ 1.36 ટકાના ઉછાળા સાથે બંધ થયો હતો.નિફ્ટીની વાત કરીએ તો 237 પોઇન્ટના વધારા સાથે બંધ રહ્યો અને આ ટ્રેડ બીજા દિવસે પણ ચાલું રહ્યો, જોકે ત્રીજા દિવસે મામૂલી -8 પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો.

11 / 12
બજેટ 2023 (Budget 2023)-દેશના નાણાપ્રધાન નિર્મલા સીતારમણના બજેટ ભાષણ દરમિયાન શેરબજારમાં ભારે અસ્થિરતા જોવા મળી હતી. સેન્સેક્સ 0.27 ટકા વધીને બંધ રહ્યો હતો. પરંતુ નિફ્ટી લાલ નિશાન પર બંધ થયો હતો.જ્યારે નિફ્ટી -45 પોઇન્ટ સાથે બંધ રહ્યા, જોકે ઘટાડાનો ટ્રેડ વધારે ન ચાલ્યો બજેટના બીજા દિવસે બજાર મજબુતાઇ સાથે ખલ્યા અને 13 પોઇન્ટના વધારા સાથે બંધ થયા.

12 / 12
બજેટ 2024(Budget 2024)  નાણાપ્રધાન નિર્મલ સીતારમણ દ્વારા ફેબ્રુઆરી 2024 ના જાહેર કરાયેલ વચગાળાના બજેટમાં રોકાણકારોને ઉત્સાહ ન મળતાં બજારો સપાટ બંધ રહ્યા હતા. નિફ્ટી 50 28.25 પોઈન્ટ્સ અથવા -0.13% ઘટીને 21,697.45 પર બંધ થયો જ્યારે સેન્સેક્સ 106.81 પોઈન્ટ્સ અથવા 0.15%ના ઘટાડા સાથે 71,645.30 પર બંધ થયો.

Published On - 7:40 pm, Fri, 19 July 24

Next Photo Gallery