
સાઉથ સિનેમામાં એવા અનેક અભિનેતા છે. જેમણે પૈન ઈન્ડિયા લેવલ પર પોતાની આળખ બનાવી છે. આજના સમયમાં તેની ફિલ્મ નોર્થ ઈન્ડિયામાં પણ સારો બિઝનેસ કરે છે. આવા જ એક અભિનેતાનું નામ તેલુગુ સિનેમામાંથી સામે આવે છે. તે નામ જૂનિયર એનટીઆરનું છે.

જે છેલ્લા 35 વર્ષથી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. તેમણે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે પોતાના કરિયરની શરુઆત કરી હતી. ત્યારબાદ તેમણે લીડ ડેબ્યુ કર્યું આજે તેની ગણતરી સાઉથના ટોપ અભિનેતામાં થાય છે.

જૂનિયર એનટીઆરની પહેલી ફિલ્મ Brahmarshi Viswamitra હતી. જે વર્ષ 1991માં આવી હતી. આ ફિલ્મમાં તેમણે બાળ કલાકાર તરીકે કામ કર્યું હતુ. આ ફિલ્મના ડાયરેક્ટર તેના દાદા નંદમુરી તારક રામા રાવ હતા. લીડ અભિનેતા જૂનિયર એન્ટીઆરની પહેલી ફિલ્મ Ninnu Choodalani હતી.

અત્યારસુધી તેના કરિયરના અનેક ફિલ્મોમાં કામ કરી ચૂ્ક્યા છે. આજે તેને કોઈ ઓળખની જરુર નથી. તેમ છતાં કેમ તેના નામની સાથે જૂનિયર લગાવે છે. ચાલો જાણીએ. આજે 20મેના રોજ જૂનિયર એનટીઆરનો 43મો જન્મદિવસ છે.

જો તમે જુનિયર એનટીઆરના ચાહક છો અથવા તેમને ફોલો કરો છો, તો તમને ખબર પડશે કે તેમનું પૂરું નામ નંદમુરી તારક રામા રાવ છે, જેને ટૂંકું કરીને એનટીઆર અથવા એનટી રામા રાવ પણ કહેવામાં આવે છે. તેમનો જન્મ 1983માં થયો હતો.

જ્યારે જુનિયર એનટીઆરનો જન્મ થયો, ત્યારે તેમના પરિવારે તેમનું નામ તેમના દાદાના નામ પરથી રાખ્યું. પરિણામે, તેમના નામમાં "જુનિયર" ઉમેરવામાં આવ્યું, જેના કારણે તેઓ જુનિયર નંદમુરી તારક રામા રાવ, જુનિયર એનટીઆર તરીકે જાણીતા થયા. તેમના ચાહકો તેમને પ્રેમથી તારક પણ કહે છે.(All Photo : PTI)