
તહેવારોની સીઝન હોય કે પછી ઓનલાઈન શોપિંગમાં સેલ હોય લોકો ઓનલાઈન શોપિંગ વધુ કરતા હોય છે. પરંતુ લોકોને સામાન પસંદ આવે તો રાખી લે છે. અને અમુક કારણોસર આ સામાન પસંદ ન આવ્યો હોય તો તેને રિટર્ન કરી દે છે.

ઓનલાઈન શોપિંગ કરવું તો સરળ બન્યું છે. પરંતુ શું તમે જાણો છો કે આ સામાન રિટર્ન ભલે તમને નોર્મલ લાગે પરંતુ સામાન રિટર્ન કરવાથી વેપારીને કેટલું નુકસાન થાય છે. ચાલો વિસ્તારથી જાણીએ.

એક સેલર પહેલા કોઈ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ પર આઈડી બનાવે છે. ત્યારબાદ કેટલાક લિસ્ટિંગ મળે છ. ત્યારબાદ લોકો ઓર્ડર આપવાનો શરુ કરો છો. કપડાંના હિસાબથી જોઈએ તો. તમે ઓર્ડર કર્યો હોય. વેપારી પાસે આ ઓર્ડર પહોંચે છે.

ત્યારબાદ તેઓ આ કપડાને પેક કરી અને લોજિસ્ટિકસ કંપની દ્વારા તમારા ઘરે મોકલે છે. અહીં, વેપારીનો ખર્ચ કાપડની કિંમત સુધી મર્યાદિત નથી. ઓર્ડરને તમારા ઘર સુધી પહોંચાડવા ચાર્જ લાગે છે. પ્લેટફોર્મની સાથે કમ કરવાથી અન્ય ચાર્જ પણ લાગે છે.

ત્યારબાદ આ પાર્સલ તમારા ઘરે પહોંચે છે. જ્યારે તમે આ પાર્સલ રિટર્ન કરો છો. તો પાર્સલને તમારા ઘરેથી લેવું પડશે. તેને સેલર સુધી પહોંચાડવું પડશે. એક જ સામાન ફરી આ પ્રકિયા શરુ થાય છે. પરંતુ તમને તમારા પુરા પૈસા પરત મળી જાય છે.

જ્યારે સામાન રિટર્ન થાય છે. તો વેપારીનું પેકિંગ , ટેગિંગ, બિલ, પ્રિન્ટઆઉટ વગેરે ખર્ચો વ્યર્થ જાય છે. ત્યારબાદ તમારા ઘરે મોકલવાના કૂરિયર અથવા શિપિંગ ચાર્જ આપવો પડે છે. પ્લેટફોર્મ પોતાનો ચાર્જલે છે.

જો આપણે વેપારીઓ સાથે વાત કરીએ, તો આપણને ખબર પડે છે કે સૌથી મોટું નુકસાન વળતરથી થાય છે. વળતરમાં માલનો સમાવેશ થાય છે, અને આ એક અલગ નુકસાન છે. ઓછામાં ઓછું, જો માલ વેચાય નહીં, તો કોઈ નુકસાન નથી, પરંતુ આ પરિસ્થિતિમાં, નુકસાન છે. (all photo : Canva)