
મેથીના દાણાનું સેવન ભારતીય રસોઈમાં તડકો લગાવવાના રુપે કરવામાં આવે છે. પરંતુ આજના સમયમાં લોકો મેથીના દાણા પાણી પીવાની સાથે પલાળીને પણ ખાય છે. જેનાથી વજન ઘટાડવાથી લઈ સ્વાસ્થને અનેક ફાયદા થાય છે.

આ ફાઈબર, આયરન, મેગનીઝ, મેગ્નેશિયમ, વિટામિન સી જેવા પોષક તત્વોથી ભરપુર હોય છે. મેથીના દાણાનું સેવન બધા માટે યોગ્ય નથી. કેટલાક લોકોને મેથીના દાણા નુકસાન કરે છે.

ફિઝિશિયન અને ડાયબિટોલોજિસ્ટ ડોક્ટર વિપુલે જણાવ્યું કે, ક્યા લોકોએ મેથીના દાણાનું સેવન દવા તરીકે કરતા બચવું જોઈએ. આ સાથે આનું સેવન કરતી વખતે કોઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ. તો ચાલો વિસ્તારથી જાણીએ.

પ્રેગ્નન્સી દરમિયાન મેથીના દાણાનું સેવન કરવું જોઈએ નહી. મેથીના દાણા યુટ્રસ એટલે કે, ગર્ભાશયને સ્ટિમ્યુલેટ કરી શકે છે. તેમજ બ્રેસ્ટફીડિંગમાં પણ પહેલા ડોક્ટરને મેથીના દાણા સેવન વિશે પુછવું જરુરી છે.

ડોક્ટર કહે છે કે,જો તમે મેથીના દાણાનું સેવન કરી રહ્યા છો. તો સર્જરીના બે અઠવાડિયા પહેલા બંધ કરી દેવું જોઈએ. આ સાથે તમારા ડોક્ટરને આ વિશે જરુર જણાવવું જોઈએ. કારણ કે, મેથી બ્લીડિંગને અફેક્ટ કરે છે.

જો તમે વોર ફેરન અથવા Acitrom નામનું થિનર દવાઓ લઈ રહ્યા છે. તો પણ મેથીના દાણાનું સેવન ન કરવું કારણ કે,મેથીના દાણાની સાથે મેળવી બ્લીડિંગને વધારી શકે છે.

જો તમને પેટમાં ગેસ થઈ જાય તો. મેથીના દાણાનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ જો તમને IBSની સમસ્યા છે અથવા પાચન ખુબ સેન્સેટિવ છે. તો મેથીના દાણાનું રેગ્યુલર સેવન કરવાથી બચવું જોઈએ.

મેથીના દાણાનું સેવન બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. પરંતુ જો તમે ઈંસુલિન લઈ રહ્યા છો અથવા Glimepiride જેવી કોઈ દવા લઈ રહ્યા છો. તો મેથીના દાણા તમારા શુગરને ખુબ લો કરી શકે છે.