
રજાઓમાં તમે પણ પરિવાર કે ફ્રેન્ડસાથે ઉદયપુર ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તેમજ તમારે આ ટ્રીપ યાદગાર બનાવવી છે. તો આ ટ્રેન તમારા માટે બેસ્ટ રહેશે. દેશમાં ટુંક સમયમાં નવી વંદે ભારત ટ્રેન મળશે. રેલવે મંત્રાલયના રેલવે બોર્ડ રાજસ્થાનના ઉદયપુર અને સુરત વચ્ચે એક નવી વંદે ભારત ટ્રેન ચલાવવાની મંજુરી આપી છે.

સુરત થી ઉદયપુર સિટી માટે ચાલનારી આ વંદેભારત ટ્રેન એક્સપ્રેસ નંબર 26903 હશે. જ્યારે પરત આવવા ઉદયપુર સિટી થી સુરત માટે ચાલનારી વંદે ભારત ટ્રેનનો નંબર 26904 હશે.

ઉદયપુર સિટી અને સુરત વચ્ચે ચાલનારી આ નવી ટ્રેન નવરાત્રિના પહેલા નોરતે શરુ કરવામાં આવી શકે છે. આ વર્ષે નવરાત્રિ 11 ઓક્ટોબરથી શરુ થશે. ત્યારે આ ટ્રેન 11 ઓક્ટોબરની આજુબાજુ શરુ થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે ટ્રેન નંબર- 26903/26904 નો અસારવા સુધીનો રૂટ ટ્રેન નંબર- 26963/26964 જેવો જ હશે. ભારતીય રેલવે ઉદયપુર શહેર-અસારવા વંદે ભારત એક્સપ્રેસને આસરવાથી સુરત સુધી નવા નામ અને નંબર સાથે લંબાવવા જઈ રહી છે.

હાલમાં, ઉદયપુર શહેર અને સુરત વચ્ચે માત્ર એક જ ટ્રેન (ઉદયપુર શહેર-બાંદ્રા સુપરફાસ્ટ એક્સપ્રેસ) દોડે છે, જે 694 કિમી લાંબી મુસાફરી પૂર્ણ કરવામાં લગભગ 13 કલાક લે છે.

જ્યારે, વંદે ભારત એક્સપ્રેસ ઉદયપુર શહેર અને સુરત વચ્ચે 694 કિમીનું અંતર ફક્ત 7 કલાક અને 30 મિનિટમાં કાપશે. સુરત-ઉદયપુર સિટી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મંગળવાર છોડી અઠવાડિયામાં 6 દિવસ ચાલશે.

ટ્રેન નંબર 26903 સુરતથી સવારે 6: 10 કલાકે પ્રસ્થાન કરશે. બપોર 1: 40 કલાકે ઉદયપુર પહોંચશે. પરત ફરતી વખતે, ટ્રેન નંબર 26904 ઉદયપુરથી બપોરે 3:35 વાગ્યે ઉપડશે અને રાત્રે 11 વાગ્યે સુરત પહોંચશે. ટ્રેન ભરૂચ, વડોદરા, આણંદ, મણિનગર, અસારવા, હિંમતનગર, શામળાજી રોડ, ડુંગરપુર અને ઝવેર રેલ્વે સ્ટેશનો પર રોકાશે. (All Photo : PTI)