
બોલિવુડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકરથી અલગ થયા બાદ મોહસિને હવે બીજા લગ્ન કર્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરી ચાહકોને ગુડન્યુઝ આપ્યા હતા.

રવિવારે મોહસિને ઈન્સ્ટાગ્રામ પર પોતાની નવી જિંદગીની શરુઆત પત્ની નિધા ભટ્ટની સાથે કરી હતી. પત્નીનો ફોટો પોસ્ટ કરી એક ઈમોશનલ નોટ પણ લખી હતી. તેમણે લખ્યું પ્રામાણિકતા પ્રેમ, અને સુખથી ભરેલા દિલની સાથે જિંદગીમાં ફરી પ્રેમ કર્યો છે. મોહસિને પોતાની પત્નીને પોતાની જિંદગીની રોશની ગણાવી છે.

તેમણે પોતાની પોસ્ટમાં એક નજીકના મૌજીને પણ યાદ કર્યો અને કહ્યું કે, તેની પ્રાર્થના અને આશીર્વાદના કારણે તેને આ ખુશી મળી છે. તેમણે લખ્યું કે, તેને ખુબ યાદ કરે છે અને હંમેશા તેના માટે પ્રાર્થના કરશે.

ઉર્મિલા માતોંડકર અને મોહસિન બંન્ને 4 ફેબ્રુઆરી 2016ના રોજ લગ્ન કર્યા હતા. તેના લગ્ન ખુબ ચર્ચામાં રહ્યા હતા કારણ કે, આ એક ઈન્ટર કાસ્ટ મેરેજ હતા. બંન્ને વચ્ચે અંદાજે 10 વર્ષનો ગેપ હતો.

બંન્નેની મુલાકાત 2014માં ડિઝાઈનર મનીષ મલ્હોત્રાની ભત્રીજીના લગ્નમાં થઈ હતી. ત્યારબાદ બંન્ને અમૃતસરના ગોલ્ડન ટેમ્લમાં દર્શન કરવા ગયા હતા. ત્યારબાદ લગ્ન કર્યા હતા. લગ્નના અંદાજે 8 વર્ષ પછી 2024માં તેના સંબંધોમાં તિરાડ આવી હતી. ત્યારબાદ બંન્ને છુટાછેડા લેવાનો નિર્ણય લીધો હતો.

ઉર્મિલા માતોંડકરે બાળ કલાકાર તરીકે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. તે કલયુગ અને માસૂમ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. તે પછી 1991માં આવેલી ફિલ્મ નરસિમ્હામાં ફિલ્મી કારકિર્દીની શરૂઆત થઈ. તે રંગીલા, જુદાઈ, સત્ય, કૌન, પ્યાર તુને ક્યા કિયા, ભૂત, અને એક હસીના થી જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.