Travel Tips : પત્ની, પરિવાર અને મિત્રો સાથે બનાવી લો ઉદયપુર ફરવાનો પ્લાન

ઓક્ટોબરથી નવેમ્બર મહિના ઉદયપુરની મુલાકાત લેવા માટે બેસ્ટ સમય છે, કારણ કે અહીંનું તાપમાન 12°C થી 30°C સુધી હોય છે, જે તળાવો, મહેલો અને જૂના શહેરની મુલાકાતને આરામદાયક બનાવે છે.

| Updated on: Nov 23, 2026 | 11:37 AM
1 / 9
રાજસ્થાનનું ઉદયપુર ગુજરાતીઓ માટે વીકએન્ડમાં ફરવા જવા માટેનું એક સુંદર સ્થળ છે. ઉદયપુરને સિટી ઓફ લેક્સ તરીકે ઓળખવામાં આવે છે. અહીં સુંદર તળાવો, રાજમહેલો, ઐતિહાસિક કિલ્લાઓ, રંગબેરંગી બજારો અને રાજસ્થાની સંસ્કૃતિનો અનોખો અનુભવ મળે છે.

2 / 9
અમદાવાદથી ઉદયપુરનું અંતર રોડ માર્ગે અંદાજે 250થી 260 કિલોમીટર છે. બે રાત અને ત્રણ દિવસનો પ્લાન બનાવો તો આરામથી ઉદયપુરનાં મુખ્ય સ્થળો ફરી શકાય છે.  સજ્જનગઢ પેલેસ, જેને મોનસુન પેલેસ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને બાગોર કી હવેલી પણ જોવા લાયક છે, જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો રાજસ્થાનના કલાત્મક મૂળ દર્શાવે છે.

3 / 9
અમદાવાદથી ઉદયપુર જવા માટે GSRTC અને ખાનગી ટ્રાવેલ્સની બસો ઉપલબ્ધ છે. અમદાવાદના ગીતામંદિર, નહેરુનગર અથવા અન્ય નિર્ધારિત પિકઅપ પોઇન્ટ પરથી બસ મળી શકે છે. બસમાં સામાન્ય રીતે 5થી 7 કલાકનો સમય લાગી શકે છે. AC સ્લીપર, સીટર અને નોન-AC બસના વિકલ્પો મળે છે.

4 / 9
ટ્રેનમાં મુસાફરી કરવી હોય તો અમદાવાદના આસારવા રેલવે સ્ટેશનથી ઉદયપુર સિટી સુધીની ટ્રેન ચેક કરી શકો શકાય છે. ટ્રેન પ્રમાણે અંદાજે 4થી 6 કલાકનો સમય લાગી શકે છે.

5 / 9
સ્લીપર અને AC કોચના વિકલ્પો પણ મળી શકે છે. મુસાફરીની તારીખ પ્રમાણે ટ્રેન નંબર, સમય અને સીટની ઉપલબ્ધતા IRCTCની વેબસાઇટ અથવા એપમાં ચકાસીને ટિકિટ બુક કરવી.

6 / 9
 જો મિત્રો સાથે બાઈક પર જવાનો પ્લાન હોય તો અમદાવાદથી હિંમતનગર, શામળાજી, રતનપુર અને ખેરવાડા થઈને ઉદયપુર પહોંચી શકાય છે. આ રૂટ NH-48 પરથી પસાર થાય છે. અંદાજે 250થી 260 કિલોમીટરની મુસાફરી માટે 5થી 6 કલાક રાખવા યોગ્ય છે. રસ્તામાં શામળાજી મંદિરે દર્શન કરી શકાય છે. બાઈકના ડોક્યુમેન્ટ, હેલ્મેટ, ઇન્શ્યોરન્સ, PUC અને જરૂરી સેફ્ટી સાધનો સાથે રાખવા.

7 / 9
અહીંનું સૌથી પ્રખ્યાત સ્થળ સિટી પેલેસ છે. આ મહેલમાં રાજસ્થાનની રાજાશાહી સંસ્કૃતિ, સુંદર બાંધકામ અને જૂના સમયની યાદો જોવા મળે છે. ત્યારબાદ પિછોલા તળાવમાં બોટિંગનો આનંદ માણવો જોઈએ. તળાવમાં બોટ રાઇડ દરમિયાન મહેલો અને પહાડોનો સુંદર નજારો જોવા મળે છે.

8 / 9
 સાંજના સમયે બાગોર કી હવેલીની મુલાકાત લઈને રાજસ્થાની લોકનૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ પણ માણી શકાય છે.

9 / 9
સજ્જનગઢ મોનસૂન પેલેસ ફરવા માટે ખાસ પસંદગી છે. અહીંથી આખા ઉદયપુર શહેર અને તળાવોનો અદ્ભુત નજારો જોવા મળે છે. અંબ્રાઈ ઘાટ પર સાંજના સમયે બેસીને પિછોલા તળાવ અને સિટી પેલેસની સુંદરતા માણી શકાય છે. ફોટોગ્રાફી અને પ્રકૃતિપ્રેમીઓ માટે આ સ્થળો ખૂબ જ સરસ છે.(ALL Photo: Canva)

Follow Us
Loading...
Unable to load recommendations.