
તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં તમિલ અભિનેતા થલાપતિ વિજયે ઇતિહાસ રચ્યો છે. તેમના રાજકીય પક્ષ, ટીવીકે, સૌથી વધુ બેઠકો જીતી હતી. જોકે પરિણામો હજુ બાકી છે, ફિલ્મ સ્ટાર્સ પહેલાથી જ વિજયને અભિનંદન આપી રહ્યા છે. નાનીથી લઈને ટાઇગર શ્રોફ સુધી બધાએ અભિનંદન પાઠવ્યા છે.

234 વિધાનસભા બેઠકો ધરાવતા તમિલનાડુમાં, ટીવીકે હાલમાં 109 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી રહ્યું છે.સાઉથ સિનેમાના સુપરસ્ટાર જોસેફ વિજય જેને ચાહકો પ્રેમથી થલાપતિ કહે છે. તેમણે તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં બધાને ચોંકાવી દીધા છે. થલાપતિ વિજયની પાર્ટી તમિલગા વેટ્રી કડગમ સૌથી મોટી પાર્ટી બની સામે આવી છે.

થલાપતિના પિતાનું નામ એસએ ચંદ્રશેખર છે. તેના પિતા નિર્દેશક, નિર્માતા,લેખક અને અભિનેતા રહી ચૂક્યા છે. તેની માતાનું નામ શોબા ચંદ્રશેખર છે. જે પ્લેબેક સિંગર રહીચૂકી છએ. માતા હિન્દુ છે.

થલાપતિ વિજયે સંગીતા સાથે લગ્ન કર્યા હતા. રિપોર્ટ મુજબ સંગીતાએ છુટાછેડાની અરજી દાખલ કરી છે.થલાપતિ વિજયને 2 બાળકો છે. તેમના દિકરાનું નામ જેસન સંજય છે. જેસનનો જન્મ 2000માં થયો હતો. તે ફિલ્મ નિર્દેશક બનવાના રસ્તા પર છે. તેની દીકરીનું નામ દિવ્યા સાશા છે.

વિજયના પિતાએ ચૂંટણી પંચમાં 'ઓલ ઈન્ડિયા થલાપતિ વિજય મક્કલ ઈયક્કમ' નામની એક પાર્ટી બનાવી હતી, જેમાં તેઓ પોતે મહાસચિવ હતા. વિજયનો અસંમત હતો. થલાપતિ વિજયે સ્પષ્ટતા કરી હતી કે તેમનો આ પક્ષ સાથે કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ સંબંધ નથી અને તેમના પિતાએ તેમની સંમતિ વિના તેમના નામ અને ફોટોગ્રાફ્સનો ઉપયોગ કર્યો છે.

કાનૂની કાર્યવાહી વિજયે આ દાવો તેમના પિતાને તેમના નામ, ફોટોગ્રાફ્સ અથવા ફેન ક્લબના નામનો ઉપયોગ કરીને કોઈપણ રાજકીય સભા અથવા જાહેર સભાનું આયોજન કરવાથી રોકવા માટે દાખલ કર્યો હતો.

આજે વિજય થલાપતિના પિતા વિજયની જીતથી ખુશ છે. (all photo : PTI)