
તમિલનાડુમાં નવા મુખ્યમંત્રી બનેલા વિજય થલાપતિએ મોટું એક્શન લીધું છે. શપથ ગ્રહણ કર્યા બાદ તેમણે તમિલનાડુની ખુરશી સંભાળી લીધી છે.ત્યારથી તે ખુબ ચર્ચામાં છે.

મુખ્યમંત્રી વિજય થલાપતિએ ધાર્મિક સ્થળો સંસ્થાઓ તેમજ બસ સ્ટોપથી 500 મીટરની અંદર આવેલી તમામ સરકારી દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આગામી બે અઠવાડિયા સુધી આ આદેશનો અમલ કરવા કડક સૂચનાઓ આપવામાં આવી છે.

મુખ્યમંત્રી પદના શપથ લેતા જ તેમણે મંચ પર 3 મહત્વના નિર્ણયો હસ્તાક્ષર કર્યા હતા. તેમજ આ વચનો પુરા કરવાની શરુઆત કરી દીધી છે. પહેલો આદેશ 200 યુનિટ સુધીની વિજળી મફતમાં આપવાનો,

બીજો મહિલાઓની સુરક્ષા માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સનું ગઠન કરવાનું .ત્રીજા આદેશમાં, ડ્રગ્સના વ્યસનની સમસ્યાને કાબુમાં લેવા માટે દરેક જિલ્લામાં એક વિશેષ દળ બનાવવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે વિજયની પાર્ટી, TVK, કોંગ્રેસના પાંચ, CPIના બે, CPI(Mના બે, VCKના બે અને IUMLના બે બેઠકોના સમર્થન સાથે ગઠબંધન કરીને 120 બેઠકો પર પહોંચી ગઈ છે.

આ સમર્થન સાથે, વિજયે મુખ્યમંત્રી પદના શપથ લીધા. વોટ શેરની દ્રષ્ટિએ, TVK ને 17.2 કરોડ મત મળ્યા, જે 34.92% છે. આ DMK ના 11.9 કરોડ મતો કરતા વધારે હતા.