Stand-up Comedian Controversy : પ્રણિત મોરેથી લઈ સમય રૈના સુધી આ કોમેડિયન રહી ચૂક્યા છે વિવાદોમાં

Stand-up Comedian Controversy : સ્ટેન્ડ અપ કોમેડિયન પ્રણિત મોરેનો 370 બિરયાનીનો વિવાદ તો યાદ હશે. જેને લઈ પ્રણિત મોરે વિરુદ્ધ એફઆઈઆર દાખલ થઈ હતી. માત્ર પ્રણિત મોરે જ નહી આ પહેલા અનેક એવા કોમેડિયન છે. જે વિવાદોમાં રહી કાનુની પંચમાં ફસાયા છે.

| Updated on: Jun 17, 2026 | 11:45 AM
1 / 5
સ્ટેન્ડ અપ કોમેડિયન પ્રણિત મોરેનો વિવાદ ખુબ લાંબો ચાલ્યો છે. તેના વિરુદ્ધ એફઆઈઆર વિરુદ્ધ નોંધાય છે. પ્રણિત મોરે પર મહિલાઓ અને મૃત વ્યક્તિ વિરુદ્ધ આપત્તિજનક, અભદ્ર અને અસંવેદનશીલ ટિપ્પણીઓ કરવા મામલે એફઆઈઆર થઈ હતી. પ્રણિત મોરેને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો.

2 / 5
કોમેડિયન અને યુટ્યુબર સમય રૈનાનું નામ 2025માં વિવાદમાં આવ્યું હતુ. જ્યારે તેનો શો India's Got Latentના એક એપિસોડને લઈ એફઆઈઆર નોંધાય હતી. શોમાં રણવીર અલ્લાહબાદિયાએ અશ્લીલ અને આપત્તિજનક ટિપ્પણી કરી હતી. ત્યારબાદ  સમયના શોને ખુબ ટ્રોલ કરવામાં આવ્યો હતો. સમય રૈના આ શોનો હોસ્ટ હતો. તેથી તેની સામે પણ કેસ નોંધવામાં આવ્યો હતો.

3 / 5
કોમેડિયન અને અભિનેતા મુનવ્વર ફારુકી વિરુદ્ધ 2021માં ઈન્દોરમાં એફઆઈઆર નોંધાઈ હતી. તેના પર આરોપ લાગ્યો હતો કે, તેમણે શોમાં હિન્દુ દેવી -દેવતાઓ અને ધાર્મિક ભાવનાની મજાક ઉડાવી છે. ફરિયાદીઓએ કહ્યું કે, તેમની કોમેડી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે.

4 / 5
તન્મય ભટ્ટ 2016માં એક વીડિયોને લઈ વિવાદમાં આવ્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં ફેસ-ફીલ્ટરની મદદથી સચિન તેંડુલકર અને સિંગર લતા મંગેશકરની કોપી કરી હતી. કેટલાક લોકોને આ વીડિયો અપમાનજનક લાગ્યો હતો. ત્યારબાદ તેના વિરુદ્ધ પણ એફઆઈઆર નોંધાય હતી. સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો.

5 / 5
ક્રુણાલ કામરા હંમેશા પોતાના નિવેદન માટે ઓળખાય છે. 2025માં તેમણે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર એક પૈરોડી ગીત અને કોમેન્ટ કરી હતી. આ દરમિયાન તેમણે ગદ્દાર જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. જેને લઈ રાજકારણમાં વિવાદ થયો હતો. ત્યારબાદ તેના વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ અને આ મામલો ખૂબ ચર્ચામાં આવ્યો.

Follow Us