
ભારતીય ટી20 ટીમના નવા કેપ્ટન બન્યા બાદ શ્રેયસ અય્યરે મેદાન પર ઉતરી સાબિત કરી દીધું કે, બીસીસીઆઈનો તેના પર વિશ્વાસ કરવો એકદમ પરફેક્ટ છે. ટી20 મુંબઈ લીગ 2026ની 12મી મેચમાં સોબો મુંબઈ ફાલ્કન્સ દ્વારા અય્યરને એક મેચ વિનિગ્સ રમી અને પોતાને જીત અપાવી હતી.

વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પહેલા બેટિંગ કરતા ટ્રાયમ્ફ નાઈટ્સે સૂર્યકુમાર યાદવની શાનાદાર ઈનિગ્સ પર 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 147 રન બનાવ્યો હતો.

148 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સોબો મુંબઈ ફાલકન્સની શરુઆત સારી રહી નથી. ટીમે 41 રન પર પોતાની 2 વિકેટ ગુમાવી હતી. આવા સમયમાં નવા કેપ્ટન શ્રેયસ અય્યરે ટીમને સંભાળી અને ટીમની જીત નક્કી છે.

શ્રેયસ અય્યરે 36 બોલનો સામનો કરતા 61ની શાનદાર ઈનિગ્સ રમી હતી. આ દરમિયાન તેમણે 169.44ની સ્ટ્રાઈક રેટથી રન બનાવતા 5 ચોગ્ગા અને 4 સિક્સ ફટકારી હતી. આ શાનદાર ઈનિગ્સ પર મુંબઈ ફાલ્કન્સે આ મેચ 5 વિકેટથી પોતાને નામ કરી છે.

શ્રેયસ અય્યર કેપ્ટન ઈંગ્લેન્ડ અને આયરલેન્ડ પ્રવાસથી ભારતીય ટી20 ટીમની કમાન સંભાળશે.ત્યારબાદ એશિયન ગેમ્સમાં તેની કેપ્ટનશીપની મોટી પરીક્ષા લેવાશે. (All Photo : PTI)