
ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર શિખર ધવન પોતાની પર્સનલ લાઈફને લઈ ખુબ ચર્ચામાં રહે છે. તેમણે ઈન્ટરનેશનલ ક્રિકેટ અને આઈપીએલમાંથી સંન્યાસ લીધો છે. શિખર હાલમાં બીજા લગ્ન પોતાની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ સોફી શાઈનની સાથે કર્યા છે. હવે બંન્ને હનીમુન એન્જોય કરી રહ્યા છે.

સોફીએ સ્પોર્ટ્સ બ્રા અને મેચિંગ લોઅર્સમાં પોતાના ફોટા શેર કર્યા. તેણે ટોપીથી પોતાનો લુક પૂર્ણ કર્યો. આ સ્પોર્ટી લુકમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

શિખર ધવન અને તેની પત્ની ક્વોલિટી ટાઈમ પસાર કરી રહ્યા છે. ધવન અને સોફી હાલમાં બાલીમાં હનીમુન મનાવી રહ્યા છે. બંન્ને રોમાન્ટિક અંદાજમાં જોવા મળ્યા હતા.

સોફી શાઈને શિખર ધવન સાથે હનીમુનના ફોટો શેર કર્યા છે. બાલીમાં બંન્ને મસ્તીભર્યા અંદાજમાં જોવા મળી રહ્યા છે.

સોફીએ આયરલેન્ડના કૈસલરોય કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. માર્કેટિંગ અને મેનેજમેન્ટમાં ડિગ્રી મેળવી છે. લગ્ન બાદ તે ભારતમાં રહી શિખર ધવન સાથે વ્યાવસાયિક કામ કરી રહી છે. તેમજ ધ વન સ્પોર્ટસમાં ચીફ ઓપરેશન ઓફિસરની ભૂમિકા નિભાવી રહી છે.

શિખર ધવન અને સોફી શાઈનની પહેલી મુલાકાત દુબઈમાં થઈ હતી. વર્ષ 2024માં બંન્ને સાથે દેખાયા હતા. ત્યારબાદ 2025માં બંન્નેના સંબંધોની પુષ્ટિ થઈ હતી. જાન્યુઆરી 2026માં બંન્ને સગાઈ કરવાનો નિર્ણય લીધો હતો. ફેબ્રુઆરી 2026માં લગ્નના બંધનમાં બંધાયા છે.