
બોલિવુડના કિંગ ખાન શાહરુખ ખાનનો આજે જન્મદિવસ છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કિંગ ખાનના નામથી ફેમસ છે. દિલ્લીથી મુંબઈ ઓળખ મેળવનાર શાહરુખ ખાને નાના પડદાંથી બોલિવુડમાં સફળતા મેળવવા મોટી મહેનત કરી છે. પોતાની એક્ટિંગથી દેશ જ નહી વિદેશમાં પણ મોટી ફેન ફોલોઈંગ બનાવી છે.

માત્ર એક્ટિંગના મામલે જ શાહરુખ ખાન આગળ નથી. તેનો અંદાજે એ વાત પરથી પણ લગાવી શકાય કે, તે ભારતનો સૌથી પૈસાદાર અભિનેતાઓના લિસ્ટમાં પહેલા નંબર પર છે. શાહરુખ ખાન આજે 61મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. કરોડો દિલ પર રાજ કરે છે.

શાહરુખ ખાનની કુલ સંપત્તિ એક રિપોર્ટ મુજબ 12,490 કરોડ રુપિયા છે. અભિનેતા શાહરુખ ખાન બોલિવુડનો કિંગ છે. તેની લક્ઝરી લાઈફસ્ટાઈલ પણ છે. તેનું મુંબઈમાં આલીશાન ઘર આવેલું છે. જેનું નામ મન્નત છે.

આ વિસ્તાર શહેરના પોશ વિસ્તારમાં આવે છે. આ બંગલાની કિંમત 300 કરોડ રુપિયા છે. જેમાં અનેક લક્ઝરી સુવિધાઓ છે. સ્વીમિંગ પુલથી લઈ જીમ સહિતની અનેક સુવિધાઓ આવેલી છે.

શાહરૂખ ખાને આ બંગલો 2001 માં આશરે13 કરોડમાં ખરીદ્યો હતો. આજે, આ બંગલાની અંદાજિત કિંમત 300 થી 350 કરોડ હોવાનું કહેવાય છે.

આ ઘર શાહરુખ ખાને એક ગુજરાતી પારસી પરિવાર પાસેથી ખરીદ્યું હતુ.

શાહરૂખ ખાનનું વૈભવી ઘર 'મન્નત' એક ખૂબ જ ફેમસ બંગલો છે જે મુંબઈના બાંદ્રા (પશ્ચિમ) માં બેન્ડસ્ટેન્ડ ખાતે અરબી સમુદ્રની સામે આવેલો છે.

શાહરૂખની પત્ની અને ઇન્ટિરિયર ડિઝાઇનર ગૌરી ખાને મન્નતને ફરીથી ડિઝાઇન કરી છે, જે તેને માત્ર મુંબઈ જ નહીં પરંતુ વિશ્વના 10 સૌથી સુંદર અને મોંઘા ઘરોમાંનું એક બનાવે છે. (ALL Photo: PTI)