
પરંતુ પ્રભાસ અનુષ્કા સાથે લગ્ન નથી કરી રહ્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે હૈદરાબાદના એક મોટા ઉદ્યોગપતિની પુત્રી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. શ્યામલા દેવીએ પ્રભાસના લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી હોવાના સમાચાર વાયરલ થઈ રહ્યા છે.

પ્રભાસના લગ્ન વિશેની અફવાઓ નવી નથી પરંતુ તાજેતરના સમાચારમાં થોડી સત્યતા હોઈ શકે છે. એમ કેટલાક લોકો કહી રહ્યા છે. તે હવે 45 વર્ષનો છે તેથી પ્રભાસના લગ્ન હવે કન્ફર્મ થવાની શક્યતા છે.

બીજી બાજુ પ્રભાસ તેની ફિલ્મોમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ તેણે 'કલ્કી' ફિલ્મ કરી છે અને હવે તે 'ધ રાજાસાબ' અને 'ફૌજી' ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. સતત શૂટિંગમાં વ્યસ્ત પ્રભાસ ટૂંક સમયમાં બીજી મોટી ફિલ્મ 'સ્પિરિટ'ના સેટ પર પગ મૂકવાનો છે. ઉગાદીના અવસરે આ પ્રોજેક્ટ શરૂ કરવાની યોજના છે. દિગ્દર્શક સંદીપ રેડ્ડીએ સ્ક્રિપ્ટ અને સંગીતનું કામ લગભગ પૂર્ણ કરી લીધું છે. તેથી તેમણે કોઈપણ વિલંબ કર્યા વિના ફિલ્મ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જો કે નિયમિત શૂટિંગ શરૂ થવામાં થોડો સમય લાગી શકે છે.