
દક્ષિણ પશ્ચિમ રેલવેને ટ્રેનના ટોઈલેટમાં પાણી ન હતુ. મુસાફરની ફરિયાદ પર કાર્યવાહી ન કરવી ભારે પડી છે. જિલ્લા ગ્રાહક નિવારણ પંચ, શિવમોગાને રેલવે અધિકારીઓની સેવામાં ખામી હોવાનું જણાયું. તેમણે 6% વ્યાજ સાથે મૂળ ટિકિટની રકમ પરત કરવા અને અસરગ્રસ્ત મુસાફરને 15,000 રૂપિયા અને કોર્ટ ખર્ચનું વળતર ચૂકવવાનો કડક આદેશ જાહેર કર્યો છે.

આ કેસ યશવંતપુર (બેંગલુરુ) થી શિવમોગા જતી ટ્રેન નંબર 66575નો છે, જ્યાં પાણીની અછત અને સ્ટેશન માસ્ટર તરફથી કોઈ પ્રતિભાવ ન મળવાને કારણે એક જ પરિવારના 24 સભ્યોને તુમાકુરુ સ્ટેશન પર ઉતરવાની ફરજ પડી હતી.

જાણકારી મુજબ શિવમોગ્ગાના બસવનગુડી સ્થિત પીડબલ્યુડી ક્વાર્ટરમાં નાગેન્દ્ર પોતાના પરિવાર અને સંબંધી ના કુલ 23 સભ્યો સાથે યશવંતપુરથી શિવમોગ્ગા જવા માટે ટ્રેનમાં બેઠો હતો. તેમણે 1,000ની જનરલ ક્લાસ ટિકિટ ખરીદી હતી.

મુસાફરી દરમિયાન ટ્રેનના ટોઈલેટમાં પાણી આવતું ન હતુ. જ્યારે ટ્રેન તુમકુરુ સ્ટેશન પહોચી તો મુસાફરોએ તરત તુમકુરુના સ્ટેશન માસ્ટરને આ વિશે જાણકારી આપી હતી.

અધિકારી તરફથી ધ્યાન દેવામાં આવ્યું નહી. તેમજ પાણી ભરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી ન હતી. અધિકારીઓના વર્તનથી પરિવાર તુમકુરુ સ્ટેશન પર ઉતરી ગયો હતો. તેમજ આગળની મુસાફરી માટે બીજી ટ્રેનની ટિકિટ લેવી પડી. જેના પર 1,760નો વધારાનો ખર્ચ આવ્યો હતો.

કાનુની નોટિસનો જવાબ ન મળતા કન્ઝ્યુમર કોર્ટ પહોચ્યો.મુસાફરો નાગેન્દ્રએ અધિકારીઓની બેદરકારી સામે કાનૂની કાર્યવાહી કરી.

નાગેન્દ્રએ સૌપ્રથમ રેલવે અધિકારીઓને કાનૂની નોટિસ મોકલી. જ્યારે તેમને રેલવે તરફથી કોઈ સંતોષકારક જવાબ ન મળ્યો, ત્યારે તેમણે શિવમોગા જિલ્લા ગ્રાહક આયોગનો સંપર્ક કર્યો.

23 ઓક્ટોબરના રોજ, કમિશનના અધ્યક્ષ ટી. શિવાન્ના અને સભ્ય બી.ડી. યોગાનંદ ભાંડ્યાની બનેલી બેન્ચે કેસની સુનાવણી કરી અને રેલવેની બેદરકારી સાબિત થઈ.