Navratri Tips : નવરાત્રીમાં મસ્તીની સાથે આ સેફ્ટીનું પણ ધ્યાન રાખજો

જો તમે પણ આ વર્ષે નવરાત્રીમાં ગરબા રમવા માટે જઈ રહ્યાછો. તો મસ્તીની સાથે સેફ્ટી પણ ખુબ જરુરી છે. ઘરેથી નીકળતા પહેલા આ નિયમો જાણી લેજો.ખાસ કરીને જ્યારે તમે એકલા અથવા મિત્રો સાથે ગરબા રમવા જઈ રહ્યા હોય. તો સલામતી નિયમો ચોક્કસપણે વાંચી લેજો.

| Updated on: Oct 07, 2026 | 11:32 AM
1 / 9
મહિલાઓની સલામતી વધુને વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે, તેથી જો તમે નવરાત્રી દરમિયાન ગરબા રમવાનું વિચારી રહ્યા છો, તો ઘરેથી નીકળતા પહેલા આ નિયમોનું ધ્યાન રાખજો.

2 / 9
નવરાત્રી આવે તે પહેલાં જ ઢોલના તાલ, રંગબેરંગી ચણિયા ચોલી અને ગરબાની મજા મનમાં ઘૂમવા લાગે છે. આખા 9 દિવસ સુધી વિવિધ સ્થળોએ પંડાલોમાં ગરબા ચાલુ રહે છે. ઘણી વખત બદમાશો આ ભીડ અને બેદરકારીનો ફાયદો ઉઠાવે છે.

3 / 9
દર વર્ષે નવરાત્રી દરમિયાન આવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવે છે, તેથી મજા કરો, પરંતુ સલામતીનું પણ ધ્યાન રાખો. ખાસ કરીને જ્યારે તમે એકલા અથવા મિત્રો સાથે ગરબા રમવા જઈ રહ્યા હોય. તો સલામતી નિયમો ચોક્કસપણે વાંચી લેજો.

4 / 9
નવરાત્રીમાં ગરબા જઈ રહેલી છોકરીઓએ પોતાના બેગમાં પેપર સ્પ્રે જરુર રાખવો જોઈએ. ધ્યાનમાં રાખો કે, આ બેગની અંદર નહી પરંતુ એવી જગ્યાએ રાખે. તમે સરળતાથી પેપર સ્પ્રે બહાર કાઢી શકો. જો રસ્તામાં કોઈ તમારી સાથે ખરાબ વ્યવ્હાર કરે તો. તેની આંખમાં આ પેપર સ્પ્રે નાંખી ત્યાં ભાગી શકો છો.

5 / 9
જ્યારે પણ તમે ઘરેથી નીકળો જો તો પરિવારના તેમજ નજીકના મિત્રોના નંબર જરુર યાદ રાખો. જેનાથી જો તમારો ફોન બંધ થઈ જાય અથવા ગુમ થઈ જાય. તો તમે આ નંબર પર ફોન કરી શકો છો. તેમજ ઈમરજન્સી નંબર જેમ કે, સાઈબર ક્રાઈમ, ફાયર ઈમરજન્સી, એમ્બ્યુલન્સના નંબર યાદ રાખો.

6 / 9
ગરબા રમવા જતી વખતે તમારું લાઈવ લોકેશન પરિવાર અથવા અન્ય કોઈ ફ્રેન્ડની સાથે શેર કરવું. આ સાથે કેબ ડ્રાઈવરને ફોટો અને ગાડીનો નંબર મોકલો. જેનાથી તમારા પરિવારને તમારું ટેન્શન રહેશે નહી.

7 / 9
ઘરેથી ગરબા રમવા જઈ રહ્યા છો. તો પહેલા તમારો ફોન 100 ટકા ચાર્જ કરી લો. આ સાથે એક પાવર બેંક પણ તમારી પાસે રાખો. જેનાથી જો ફોનની બેટરી પૂર્ણ થઈ જાય. તો તમે ફોન ચાર્જ કરી શકો, જો પાવર બેંક તમારી પાસે નથી. તો તમારું ચાર્જર સાથે લઈ જવું.

8 / 9
જ્યારે તમે ઘરની બહાર જાઓ છો, ત્યારે હંમેશા તમારી સાથે કોઈ ઓળખ ડોક્યુમેન્ટ રાખો અને રોકડ પણ રાખો, જેથી જો તમારા ફોનમાં નેટવર્ક ન હોય, તો તમે સરળતાથી ચુકવણી કરી શકો.

9 / 9
જો તમે ગરબા રમવા જઈ રહ્યા છો, તો મિત્રો સાથે જાઓ અથવા કોઈ સામાન્ય જગ્યાએ મળવાનું આયોજન કરો. ઉપરાંત, ગરબા રમતી વખતે સાથે રહો જેથી કોઈ અલગ ન થાય. (ALL Photo : PTI)

Follow Us
Loading...
Unable to load recommendations.