
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી 8 ઓક્ટોમ્બરના રોજ સવારે એક એવા સમાચાર આવ્યા હતા. જેમણે ચાહકોને દુખી કર્યા હતા. વિશ્વનાથ ગજાનન પાટેકર એટલે કે, નાના પાટેકરે આ દુનિયાને અલવિદા કહ્યું છે. આ સમાચાર થી બોલિવુડ ઈન્ડસ્ટ્રી શૌકમાં છે.

48 વર્ષના ફિલ્મી કરિયરમાં 100થી વધુ પ્રોજેક્ટનો ભાગ નાના પાટેકર રહી ચૂક્યા હતા. એક ઈન્ટરવ્યુમાં નાના પાટેકરે બોલિવુડના 5 અભિનેતાના નામ લીધા હતા. જેમને તેમણે બેસ્ટ ફ્રેન્ડ કહ્યા હતા. એક અભિનેતાનું અંદાજે 6 વર્ષ પહેલા નિધન થયું છે. તો ચાલો જાણીએ નાના પાટેકરના બેસ્ટ ફ્રેન્ડ કોણ હતુ.

તેમની ફિલ્મોથી લઈને તેમના અંગત જીવન સુધી, સોશિયલ મીડિયા પર દરેક વસ્તુની ચર્ચા થઈ રહી છે. પરંતુ શું તમે એવા સ્ટાર્સ વિશે જાણો છો જેમની સાથે નાનાએ ગાઢ મિત્રતા શેર કરી હતી?

નાના પાટેકર તેમના બેસ્ટ ફ્રેન્ડ તરીકે જેકી શ્રોફ, મિથુન ચક્રવર્તી, ડૈની ડેઝોગપ્પા અને અનિલ કપુરના નામ લીધા હતા.

નાના પાટેકરે વર્ષ 2024માં આપેલા એક ઈન્ટરવ્યુમાં આ વાત કરી હતી. તેમણે કહ્યું હતુ કે, ઋષિ કપુર પણ તેના સારા ફ્રેન્ડ છે. 30 એપ્રિલ 2020ના રોજ ઋષિ કપુરનું નિધન થયું છે.

અનિલ કપુર વિશે કહ્યું કે, અમે ફોન પર વાત કરીએ છીએ. હું કહું છું કે, એ આન્યા તો સામેથી એ કહે છે એ નાન્યા. નાના પાટેકર અને અનિલ કપુર વચ્ચે માત્ર સ્ક્રીનમાં સારા સંબંધો ન હતો પરંતુ ઓન સ્ક્રીન પણ જોડી ચાહકોને ખુબ પસંદ આવતી હતી.

વેલકમમાં મજનુ અને ઉદયના પાત્ર બોલિવુડના આઈકોનિક પાત્રોમાંથી એક છે. વેલકમ સિવાય બંને વેલકમ કમ બેક, પરિંદા અને સુબેદારમાં પણ સાથે કામ કર્યું છે. (ALL Photo: PTI)