કાનુની સવાલ: ટ્રાફિક પોલીસ તમારી ગાડી રોકે ત્યારે ક્યા ડોક્યુમેન્ટ્સ ફરજિયાત છે ?

રસ્તા પર ડ્રાઇવિંગ કરતી વખતે ટ્રાફિક પોલીસ ગાડી રોકે તે સામાન્ય બાબત છે. પરંતુ ઘણા લોકોમાં સવાલ રહે છે કે આવા સમયે કયા ડોક્યુમેન્ટ્સ ફરજિયાત બતાવવાના હોય છે? ભારતમાં Motor Vehicles Act હેઠળ ડ્રાઇવિંગ કરતી વખતે કાયદા મુજબ કેટલાક જરૂરી કાગળો સાથે રાખવા અનિવાર્ય છે, નહીં તો દંડનો સામનો કરવો પડી શકે છે.

| Updated on: Mar 05, 2026 | 4:08 PM
1 / 7
1. ડ્રાઇવિંગ લાઇસન્સ (DL): માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે. તે ફિઝિકલ કાર્ડ અથવા ડિજિટલ સ્વરૂપે (DigiLocker/ mParivahan એપમાં) પણ માન્ય ગણાય છે.

2 / 7
2. રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC): ગાડીના માલિકીના પુરાવા તરીકે RC ફરજિયાત છે.

3 / 7
3. ઇન્શ્યોરન્સ પોલિસી: થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ કાયદેસર ફરજિયાત છે. ઇન્શ્યોરન્સ લાપ્સ થયું હોય તો ભારે દંડ થઈ શકે છે.

4 / 7
4. પીયુસી સર્ટિફિકેટ (PUC): પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર માન્ય હોવું જોઈએ. સમયસર રિન્યુ ન કરાવ્યું હોય તો દંડ થઈ શકે છે.

5 / 7
જો તમે આ ડોક્યુમેન્ટ્સ બતાવવામાં નિષ્ફળ જાઓ, તો ટ્રાફિક પોલીસ દંડ ફટકારી શકે છે અથવા કાયદેસરની કાર્યવાહી કરી શકે છે. જોકે, કાયદા મુજબ તમે ડિજિટલ ડોક્યુમેન્ટ્સ પણ રજૂ કરી શકો છો.

6 / 7
મહત્વપૂર્ણ બાબત એ છે કે ટ્રાફિક પોલીસ ગાડી રોકે ત્યારે શાંતિ જાળવો, સહકાર આપો અને કાયદેસર માંગવામાં આવેલા જ ડોક્યુમેન્ટ્સ બતાવો. કોઈ શંકા હોય તો ચાલાનની રસીદ લેવી તમારો અધિકાર છે.

7 / 7
ડ્રાઇવિંગ કરતા પહેલા ખાતરી કરો કે તમારા તમામ કાગળો માન્ય અને અપડેટેડ છે. આ માત્ર દંડથી બચવા માટે નહીં, પરંતુ તમારી અને અન્ય લોકોની સુરક્ષા માટે પણ જરૂરી છે.