
બગાસું આવવું એ એક સામાન્ય શારીરિક પ્રક્રિયા છે. સામાન્ય રીતે, વ્યક્તિ થાકેલા હોય,તેને ઊંઘ આવતી હોય અથવા કંટાળો આવતો હોય ત્યારે બગાસું ખાય છે. જો કે, જો તમને કોઈ દેખીતા કારણ વગર વારંવાર બગાસું આવતું જોવા મળે, તો તેને અવગણવું જોઈએ નહીં. વધુ પડતા બગાસાં આવવા ક્યારેક સ્વાસ્થ્ય સમસ્યાની નિશાની હોઈ શકે છે. ડોક્ટર પાસેથી જાણીએ વારંવાર બગાસું આવવાના કારણો શું છે.

ડોક્ટરનું કહેવું છે કે, વારંવાર બગાસાં આવવા હંમેશા કોઈ બીમારીના લક્ષણ હોતા નથી. પરંતુ જો વારંવાર બગાસાં આવવા લાગે તો આની સાથે અન્ય લક્ષણ પણ જોવા મળે તો. તપાસ કરાવવી જરુરી છે. તો ચાલો જાણીએ બગાસાં પાછળ કઈ 5 સ્વાસ્થ સમસ્યા થઈ શકે છે.

સતત તણાવ, ચિંતા અને માનસિક દબાવ પણ બગાસાં આવવાનું કારણ બની શકે છે. તણાવ દરમિયાન શરીરની શારીરિક પ્રતિક્રિયામાં ફેરફાર થાય છે. જેનાથી કેટલાક લોકોને બગાસાં વધારે આવે છે. જો બગાસાની સાથે કંટાળો કે આળસ આવે તો માનસિક સ્વાસ્થ પર ધ્યાન આપવું જોઈએ.

વારંવાર બગાંસા આવતા હોય તો સૌથી પહેલા તો પુરતી ઊંઘ કરો. જો દરરોજ 7-9 કલાકની ઊંઘ નહી આવે તો આખો દિવસ સુસ્તી અને થાક લાગશે. આ કારણે સ્લીપ અપનિયા જેવી સમસ્યામાં સુતી વખતે શ્વાસમાં અડચણ થાય છે. જેનાથી ઊંઘ પર અસર થાય છે.

કેટલાક લોકોને માઈગ્રેનનો દુખાવો શરૂ થાય તે પહેલાં વારંવાર બગાસું આવવા લાગે છે. આને પ્રોડ્રોમલ લક્ષણ કહેવામાં આવે છે. તેની સાથે થાક, મૂડ સ્વિંગ, ગરદનમાં જકડાય શકે છે.

કેટલીક દવાઓ, ખાસ કરીને ડિપ્રેશન અને ચિંતાની સારવાર માટે વપરાતી કેટલીક એન્ટીડિપ્રેસન્ટ્સ, વધુ પડતી બગાસું આવવાનું કારણ બની શકે છે. જો નવી દવા શરૂ કર્યા પછી બગાસું આવવાનું પ્રમાણ વધે છે, તો તમારા ડૉક્ટરની સલાહ લો. તમારા ડૉક્ટરની સલાહ લીધા વિના દવા બંધ કરશો નહીં.

કેટલીક પરિસ્થિતિઓમાં, વધુ પડતી બગાસું આવવાને નર્વસ સિસ્ટમ અથવા હૃદયની સમસ્યાઓ સાથે જોડવામાં આવી શકે છે. ખાસ કરીને જો બગાસું આવવાની સાથે અચાનક ચક્કર આવવા, છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, બેહોશ થવું અથવા શરીરના કોઈપણ ભાગમાં નબળાઈ આવે છે, તો તાત્કાલિક તબીબી સહાય મેળવો.

જો વારંવાર બગાસું આવવાનું ચાલુ રહે, તમારી દિનચર્યામાં ખલેલ પહોંચાડે, અથવા અન્ય અસામાન્ય લક્ષણો સાથે હોય, તો ડૉક્ટરની સલાહ લો. તમારા ડૉક્ટર તમારા તબીબી મેડિકલ હસ્ટ્રી, ઊંઘની આદતો અને અન્ય લક્ષણોના આધારે જરૂરી તપાસની સલાહ આપી શકે છે.(ALL Photo: Canva/AI)