Breaking News : ટ્રેનોમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી મોબાઇલ ચાર્જિંગ પર પ્રતિબંધ રહેશે, જાણો કારણ

જો તમે પણ રજાઓમાં ટ્રેનમાં મુસાફરી કરવાના છો. તો આ સમાચાર ખાસ તમારા માટે છે. એક વખત જરુર વાંચી લેજો. ભારતીય રેલ્વેએ મુસાફરી દરમિયાન સલામતી વધારવા માટે એક મોટું પગલું ભર્યું છે.ટ્રેનોમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી મોબાઇલ ચાર્જિંગ પર પ્રતિબંધ રહેશે. વિસ્તારથી જાણો

| Updated on: Oct 28, 2026 | 8:26 AM
1 / 7
ભારતીય રેલવેમાં દરરોજ મોટી સંખ્યામાં મુસાફરી કરતા હોય છે. ત્યારે ટ્રેનમાં મુસાફરી દરમિયાન યાત્રિકોની સુરક્ષા વધુ મજબુત બનાવવા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે.  હવે ટ્રેનમાં રાતના 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી મોબાઈલ અને લેપટોપ ચાર્જિંગ પોઈન્ટ બંધ રહેશે.

2 / 7
રેલવે આગ અને ઓવરહિટીંગને રોકવા માટે, ટ્રેનોમાં મોબાઇલ અને લેપટોપ ચાર્જિંગ સોકેટ રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી ડિસ્કનેક્ટ કરવામાં આવશે.

3 / 7
મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને, ભારતીય રેલ્વેએ તમામ મેઇલ, એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનોમાં મોડી રાત્રે મોબાઇલ ફોન, લેપટોપ અને પાવર બેંક ચાર્જિંગ સુવિધાઓના ઉપયોગ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. નવા નિયમો અનુસાર, ટ્રેન કોચમાં બધા ચાર્જિંગ સોકેટ રાત્રે 11:00 વાગ્યાથી સવારે 5:00 વાગ્યા સુધી ડિસ્કનેક્ટ કરવામાં આવશે.

4 / 7
રેલ્વે વહીવટીતંત્રે સંભવિત આગની ઘટનાઓને રોકવા અને મુસાફરો માટે સલામત મુસાફરી સુનિશ્ચિત કરવા માટે આ પગલું ભર્યું છે.

5 / 7
રેલવે અધિકારીઓએ કહ્યું કે, મુસાફરી દરમિયાન લોકો મોડી સાંજ સુધી પોતાના મોબાઈલ,લેપટોપ અને પાવર બેંકને ચાર્જિંગમાં લગાવી સુઈ જાય છે. જેનાથી ઓવરચાર્જિંગના કારણે ડિવાઈઝ ખુબ ગરમ થઈ જાય છે. હાલમાં ચાર્જિંગ દરમિયાન પાવર બેંક ફાટવા અને શોર્ટ સર્કિટથી આગ લાગવાની કેટલીક ઘટનાઓ સામે આવી હતી.

6 / 7
 મોડી રાત્રે મુસાફરો સુઈ જવાના કારણે જો કોઈ ઉપકરણમાં સ્પાર્કિંગ અથવા ઓવરહીટિંગ થાય છે. તો તરત ધ્યાન જતું નથી. જેના કારણે મોટી દુર્ધટનાનો ખતરો વધી જાય છે.રેલ્વે બોર્ડે દેશભરના તમામ 17 ઝોનલ રેલ્વેને આ સલામતી પ્રોટોકોલનો કડક અમલ કરવા સૂચનાઓ જાહેર કરી છે. આ નિયમ સ્લીપર, 3AC, 2AC અને 1AC સહિત તમામ વર્ગના કોચ પર લાગુ થશે અને તમામ મુસાફરોએ તેનું પાલન કરવું ફરજિયાત રહેશે.

7 / 7
 ઉલ્લંઘન અટકાવવા અને મુખ્ય વીજ પુરવઠો સમયસર બંધ થાય તેની ખાતરી કરવા માટે, રેલ્વે સુરક્ષા દળ અને વિદ્યુત વિભાગની ટીમો ટ્રેનોમાં અચાનક નિરીક્ષણ પણ કરશે.(ALL Photo: PTI)

Follow Us
Loading...
Unable to load recommendations.