Breaking News : માનવ સુથારે 25 વર્ષ પછી ભારતીય ક્રિકેટમાં ડેબ્યૂ કરીને ઇતિહાસ રચ્યો

Manav Suthar, IND vs AFG Test : 23 વર્ષના યુવા સ્પિન ઓલરાઉન્ડર માનવ સુથારનું ઈન્ટરનેશનલ ડેબ્યુ ખુબ યાદગાર રહ્યું છે. તેમણે એવું કારનામું કર્યું જે ભારતીય ક્રિકેટના છેલ્લા 25 વર્ષોમાં કોઈ પણ બોલર કરી શક્યો નથી.

| Updated on: Jun 08, 2026 | 8:49 AM
1 / 6
ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં અમુક જ એવી ઘટના હોય છે. જે હંમેશા રમતના પન્નાઓમાં નોંધાય છે. આવી જ એક અદ્દભૂત અને ઐતિહાસિક કારનામું યુવા ખેલાડી માનવ સુથારે કર્યું છે. પોતાના ટેસ્ટ કરિયરની શુરઆતમાં જ માનવ સુથારે જાદુઈ સફળતા મળેવી છે. જેનું સપનું દરેક યુવા બોલર જુએ છે.

2 / 6
 અફઘાનિસ્તાન વિરુદ્ધ એકમાત્ર ટેસ્ટ મેચમાં 23 વર્ષના યુવા સ્પિન ઓલરાઉન્ડર માનવ સુથારને ડેબ્યુ કરવાની તક મળી છે. તેમણે પોતાની પહેલી ઓવરમાં વિકેટ લઈ ભારતીય ક્રિકેટ ચાહકોને સેલિબ્રેશન કરવાની તક આપી હતી. તેમણે પોતાની પહેલી ઓવરના ચોથા બોલ પર અબ્દુલ મલિકને આઉટ કર્યો હતો.

3 / 6
આ વિકેટની સાથે માનવ સુથારનું નામ ભારતીય ક્રિકેટના ઈતિહાસના પન્નાઓમાં નોંધાયું છે. માનવ સુથાર છેલ્લા 25 વર્ષમાં ટેસ્ટ ડેબ્યુ પર પહેલી જ ઓવરમાં વિકેટ લેનાર પહેલો ભારતીય બોલર બન્યો છે.

4 / 6
 માનવ સુથાર પહેલા છેલ્લી વખત વર્ષ 2001માં ફાસ્ટ બોલર ટીનુ યોહાનને ઈંગ્લેન્ડ વિરુદ્ધ પોતાની પહેલી ટેસ્ટ ઓવરમાં વિકેટ લેવાનું ગૌરવ મેળવ્યું હતુ.

5 / 6
માનવ સુથાર ટેસ્ટ ડેબ્યુ પર પહેલી જ ઓવરમાં વિકેટ લેનારો માત્ર 8મો ભારતીય બોલર છે. આ લિસ્ટમાં મોટુ બનર્જી, મનોહર હાર્ડીકર,વામન કુમાર,ચેતન શર્મા, ડબ્લયુવી રમન અની નીલેશ કુલકર્ણી જેવા બોલરોના નામ સામેલ છે.

6 / 6
 માનવ સુથાર દ્વારા આ મેચની પહેલી ઈનિગ્સમાં શાનદાર બોલિંગ જોવા મળી હતી. તેમણે પોતાની પહેલી 10 ઓવરમાં માત્ર 10 રન આપી 2 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેમણે 5 મેડન ઓવર નાંખી હતી.( All PHOTO CREDIT- PTI)

Follow Us