
સિનેમાઘરોમાં 7 ઓગ્સ્ટના રોજ રિલીઝ થયેલી ફિલ્મ હનુમાન અંશે લોકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે. માત્ર 2 કરોડ રુપિયાના બજેટમાં બનેલી ફિલ્મે 54 કરોડથી વધારેની કમાણી કરી છે. ફિલ્મમાં નીમ કરોલી બાબાની પત્નીનું પાત્ર નિભાવનારી અભિનેત્રી પૂર્ણિમા તિવારીની ખુબ ચર્ચા થઈ રહી છે.

આમ તો સોશિયલ મીડિયા પર અભિનેત્રી પોતાના ગ્લેમર્સ અંદાજ માટે જાણીતી છે. પરંતુ હનુમાન અંશમાં તેની સાદગી અને એક્ટિંગે ચાહકોનું દિલ જીતી લીધું છે.

હનુમાન અંશ નીમ કરોલી બાબાના જીવન અને ભગવાન હનુમાનના પ્રતિ તેની આસ્થાની સ્ટોરી રજુ કરે છે. જેમાં નીમ કરોલી બાબાના જીવનના અલગ અલગ પાસાને દેખાડ્યા છે. આ ફિલ્મમાં ચાહકોને ખુબ પસંદ આવી રહી છે.

હનુમાન અંશમાં અભિનેત્રી પૂર્ણિમા તિવારીએ નીમ કરોલી બાબાની પત્ની રામબેટી શર્માનું પાત્ર નિભાવ્યું છે. ડાયરેક્ટર વિશાલ ચતુર્વેદીએ આ ફિલ્મમાં પૂર્ણિમા તિવારી 50ના દશકની સદગીભરી મહિલા તરીકે જોવા મળી છે.

હનુમાન અંશમાં પૂર્ણિમા તિવારી સિવાય અભિનેતા સત્યએ નીમ કરોલી બાબાની ભૂમિકા નિભાવી છે. ફિલ્મમાં પૂર્ણિમાના રુપે સોશિયલ મીડિયાના અવતારથી એટલી અલગ બતાવવામાં આવી કે, ચાહકોને ઓળખવી મુશ્કેલ બની ગઈ છે.

પૂર્ણિમા તિવારી એક ટીવી અભિનેત્રી છે. તેમણે અનેક ટીવી શો, વેબ સીરિઝ, રાત અકેલી હૈ, અને હુડદંગ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. હનુમાન અંશ પહેલા તે એકતા કપૂરની યુટ્યુબ શો પ્યાર કી રાહોમાં જોવા મળી હતી.

અભિનેત્રી પૂર્ણિમા તિવારી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે હંમેશા વીડિયો અને ફોટો શેર કરતી રહે છે.