
અમેરિકાની રાજનીતિમાં ભારતીય મૂળના નેતાઓની ચર્ચા હંમેશા થતી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે, આ મોટા નેતાઓની પાર્ટનરનો સંબંધ ભારતીય સાથે જોડાયેલો છે.

જેમાં કેટલીક ડોક્ટર તો કોઈ વકીલ અને કોર્પોરેટ જગતમાં પોતાની આળખ બનાવી ચૂકી છે. રસપ્રદ વાત એ છે કે, આ મહિલાઓની જિંદગી રાજનીતિની ખુબ નજીક હોવા છતાં એકબીજાથી ખુબ અલગ છે.આ 5 અમેરિકન રાજકીય નેતાઓની ભારતીય મૂળની પત્નીઓ વિશે વિસ્તારથી વાત કરીએ.

એમેરિકી સાંસદ રાજા કૃષ્ણમૂર્તિની પત્ની પ્રિયા કૃષ્ણમૂર્તિ એક ડોક્ટર છે. તેનો પતિ ઈલિનોયથી ડોમોક્રેટિક સાંસદ છે. તેમજ અમેરિકી રાજનીતિમાં ભારતીય મૂળનો મુખ્ય ચેહરો ગણવામાં આવે છે. તેમજ છતાં પ્રિયા પોતાને રાજનીતિક ચર્ચાઓથી દુર રાખે છે.

અમેરિકી સાંસદ રો ખન્નની પત્ની ઋતુ ખન્ના પણ ભારતીય મૂળની છે. તે પોતાના પતિની જેમ રાજનીતિક મંચ અને મીડિયામાં ચર્ચામાં રહે છે.ઋતુ માર્કેટિંગ સ્પેશલિસ્ટ તરીકે કામ કરી ચૂકી છે. રો ખન્ના અને ઋતુ 2 બાળકોના માતા-પિતા છે.

વિવેક સ્વામીની પત્ની અપૂર્વા રામાસ્વામી એક ડોક્ટર છે. તેમણે યેલ યુનિવર્સિટીમાંથી મેડિકલનો અભ્યાસ કર્યો છે.વિવેકના રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રચાર દરમિયાન, અપૂર્વ પણ તેમની સાથે ચૂંટણી મેદાનમાં જોવા મળી હતી.

સારા ઝુકાકુની ઓળખ માત્ર અમેરિકાની નેતા અબ્દુલ અલ સૈયદની પત્ની તરીકે નથી. તે મનોચિકિતિ્સક છે. તેના પરિવારનું કનેક્શન કર્ણાટક સાથે જોડાયેલું છે. સેનેટ ચૂંટણીમાં જીત બાદ અબ્દુલ અલ-સૈયદ પણ ચર્ચામાં છે

અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સની પત્ની ઉષા વેન્સ ભારતીય મૂળની એ મહિલાઓમાં સામેલ છે. જેમને અમેરિકી રાજનીતિમાં સૌથી વધારે ઓળખ મળી છે. આંધ્ર પ્રદેશ સાથે જોડાયેલા પરિવારમાં જન્મેલી ઉષાએ અમેરિકામાં અભ્યાસ કર્યો છે. વકીલ તરીકે પોતાનું કરિયર બનાવ્યું છે.