Breaking News : ટ્રેનની ઇમરજન્સી ચેન ખેંચાય છે ત્યારે શું થાય છે અને તે ક્યારે મોંઘુ પડી શકે છે? જાણો

શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે ટ્રેનની ઇમરજન્સી ચેન ખેંચાય છે ત્યારે શું થાય છે? તેની વાસ્તવિક અસર, કાનૂની પરિણામો અને ભારતમાં તેનો ઉપયોગ ક્યારે યોગ્ય અને ખોટો છે તે વિશે જાણો.

| Updated on: Oct 21, 2026 | 9:22 AM
1 / 7
ભારતીય લોકો ટ્રેનમાં સફર કરતી વખતે લાલ રંગની ઈમરજન્સી ચેન જોવા મળતી હશે. કેટલાક લોકોને એ જાણવાની ઉત્સુકતા હોય છે કે, આ ચેન ખેચવા પર શું થાય છે. શું ટ્રેન તરત રોકાય જાય છે. ડ્રાઈવરને કેવી રીતે ખબર પડે. જો સ્ટેશન છુટી જાય તો શું ચેન ખેચી શકીએ. તો ચાલો આ વિશે વિસ્તારથી જાણીએ.

2 / 7
ઈમરજન્સી ચેન કોઈ જાદુઈ બ્રેક નથી. જે સેકન્ડમાં ચાલતી ટ્રેનને રોકી દે. આ રિયલમાં રેલવે સ્ટાફને અલર્ટ કરવા માટે એક સેફ્ટી મેકેનિઝમ છે. જેનાથી કોઈ ઈમરજન્સીમાં ટ્રેનને સુરક્ષિત રીતે રોકી શકાય. હવે જાણી લઈએ કે, આખરે ટ્રેનની ઈમરજન્સી ચેન ખેંચવા બદલ તમે ક્યારે કાનૂની કાર્યવાહીનો સામનો કરી શકો છો અને કયા સંજોગોમાં તમે તેને ખેંચી શકો છો?

3 / 7
ચેન ખેંચવા પર શું થાય છે?.ટ્રેનની ઈમરજન્સી ચેન ખેંચવા નીકળે તેવો અવાજ સંભળાતો હશો. ભારતીય રેલવેના ઓપરેટિંગ મેનુઅલ અનુસાર એર બ્રેકડ ટ્રેનમાં ઈમરજન્સી ચેન બ્રેક પાઈપ સાથે જોડાયેલી હોય છે. ચેન ખેંચવા પર એક વાલ્વ ખુલે છે. જેનાથી હવા નીકળી જાય છે અને બ્રેકિંગ સિસ્ટમમાં દબાવ ઓછો થઈ જાય છે.

4 / 7
 લોકોમોટિવ પાયલટ ગેજ પર દબાવ ઓછો થતો જાવા મળતા ટ્રેન રોકવાની પ્રકિયા શરુ કરી દે છે. ટ્રેનને ધીમી થવામાં થોડો સમય પણ લાગે છે.કેવી રીતે ખબર પડે કે, કયાં કોચમાં ટ્રેન ખેંચી છે. ભારતીય રેલવે આલાર્મ ચેન એક્ટિવેટ થવા પર ગાર્ડ અને સુરક્ષા કર્મીઓને 3 વખત હોર્ન વગાડી સંકેત આપવામાં આવે છે.

5 / 7
હવા નીકળવાના અવાજથી રેલવે સ્ટાફને એ ઓળખવામાં પણ મદદ મળે છે કે, ક્યા કોચમાં ટ્રેન ખેંચવામાં આવે છે.ટ્રેન ફરી દોડવાનું શરૂ કરે તે પહેલાં ચેન મિકેનિઝમ રીસેટ કરવામાં આવે છે અને બ્રેકિંગ સિસ્ટમ તપાસવામાં આવે છે.

6 / 7
જો કોઈ ગંભીર તબીબી કટોકટી હોય, કોઈ મુસાફર ટ્રેનમાંથી પડી ગયો હોય, આગ લાગી હોય, અથવા મુસાફરોની સલામતી માટે સીધો ખતરો હોય, તો ચેન ખેંચવી એકદમ જરૂરી હોઈ શકે છે.જોકે, જો તમે તમારું સ્ટેશન ચૂકી ગયા હોવ, કોઈ સામાન ભૂલી ગયા હોવ, અથવા કોઈ મિત્ર ટ્રેનમાં ચઢી ન શક્યા હોવ, તો આ કોઈ કટોકટી નથી. આવા કિસ્સામાં, ચેન ખેંચવી ખોટી વાત છે. મુસાફરો સહાય માટે 139 અથવા રેલવે હેલ્પ સર્વિસનો સંપર્ક કરી શકે છે.

7 / 7
જરૂર ન હોય ત્યારે ચેન ખેંચવાથી દંડ અને સજા બંને થઈ શકે છે. રેલવે એક્ટ 1989 ની કલમ 141 હેઠળ, વાજબી અને પૂરતા કારણ વિના ટ્રેનની સંચાર પ્રણાલીમાં દખલ કરવા અથવા તેનો ઉપયોગ કરવા બદલ એક વર્ષ સુધીની જેલ, 1,000 રૂપિયા સુધીનો દંડ અથવા બંને સજા થઈ શકે છે. કાયદામાં પહેલી વાર ગુનેગાર માટે ઓછામાં ઓછી સજાની પણ જોગવાઈ છે,  જે કોર્ટના વિવેક પર નિર્ભર કરે છે.

Follow Us
Loading...
Unable to load recommendations.