
ઈંગ્લેન્ડને ન્યુઝીલેન્ડ વિરુદ્ધ 3 મેચની ટેસ્ટ સીરિઝ રમવાની છે. આ સીરિઝમાં ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે પૂર્વ મહિલા ક્રિકેટર સારા ટેલરને ન્યુઝીલેન્ડ સીરિઝ માટે ફીલ્ડિંગ કોચ બનાવી છે.

37 વર્ષીય સારા ટેલરે હાલમાં ઈંગ્લેન્ડ લાયન્સ સાથે કામ કર્યું હતુ. તેનું પ્રદર્શન અને ખેલાડીઓ સાથે કામ કરવાની રીત જોઈ ટીમ મેનેજમેન્ટ પણ તેનાથી પ્રભાવિત થઈ હતી. સીનિયર પુરુષ ટીમના સપોર્ટ સ્ટાફમાં તેને સ્થાન આપવામાં આવ્યું છે.

સારા ટેલર ઈંગ્લેન્ડની પૂર્વ વિકેટકીપર છે. જેમણે ટીમ માટે 2 વનડે કપ અને એક ટી20 વર્લ્ડકપ જીતાડ્યો છે. તેમજ 3 વખત એશિઝ સીરિઝ પણ જીતી છે.

સારા ટેલર 2 વખત ટી20 ક્રિકેટર ઓફ ધ યર અને વનડે ક્રિકેટ ઓફ ધ યર બની છે. સારા ટેલર 2012,2013માં બેસ્ટ ટી20 ક્રિકેટર અને 2014માં બેસ્ટ વનડે ક્રિકેટર પસંદ થઈ હતી.

સારા ટેલરે મહિલા વનડે ક્રિકેટમાં 4056 રન બનાવ્યા હતા. આ સાથે ટી20માં તેના નામે 2177 રન છે. સારાએ WBBL વીમેન્સ 100માં પણ ભાગ લીધો હતો. તેના નામે 100થી વધુ કેચ લીધા છે.

સારાહ ટેલરની કારકિર્દી 2019માં સમાપ્ત થઈ ગઈ હતી. સતત ચિંતાથી પીડાતા તેણીએ અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.આજે સારાને મોટી જવાબદારી મળી છે.( All PC-GETTY IMAGES)